________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
બે બોલી
મુનિ : અભયશેખરવિજય ગણી
साम्यं बिभर्ति यः कर्म-विपाकं हदि चिन्तयन् । स एव स्यात् चिदानन्द-मकरन्दमधुव्रतः ॥ (ज्ञानसार)
કર્મ વિપાકને ચિંતવતો જે ચિંતક હૃદયમાં સમતા ધારણ કરે છે તે જ ચિદાનન્દ રૂપી મકરંદને માણનારો ભ્રમર બને છે
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
પડી
પડોશમાંથી અવાજ આવી રહ્યો છે, બાપ દીકરાને મારી રહ્યો છે એનો, અને દીકરો રોઈ રહ્યો છે એનો. દીકરાએ શું કર્યું છે? એ ન જાણતા હોવા છતાં શું કલ્પના આવશે! એ જ કે દીકરાએ કંઈક અપરાધ-તોફાન-ખોટું કર્યું હશે ને તેથી બાપ એને સજા કરી રહ્યો છે.
સામેથી ઘણાં ઢોર આવી રહ્યાં હોય, એમાંથી કો'કના જ ગળામાં એવી રીતે લાકડું બાંધેલું જોવા મળે કે જે વારંવાર એના જ પગમાં અથડાયા કરે ને એને હેરાન કર્યા કરે, આવું જોઈને શી કલ્પના આવશે? બીજાં પશુઓ તોફાની નહીં હોય, આ જ તોફાની હશે.
આનાથી વિપરીત પડોશમાં એવું દૃશ્ય જોવા મળે છે કે બાપ દીકરાની પીઠ થાબડી રહ્યો છે, પ્રશંસા કરી રહ્યો છે, કંઈક બક્ષિસ આપી રહ્યો છે. દીકરાએ શું કર્યું છે? તે ન જાણતા હોવા છતાં શું કલ્પના આવશે? એ જ કે દીકરાએ કંઈક સારું કામ કર્યું હશે ને તેથી એને બક્ષિસ મળી રહી છે.
આટલી તારવણી દિલમાં કોતરી લેવા જેવી છે કે “અપરાધ વિના સજા નહીં ... ને સત્કાર્ય વિના બક્ષિસ નહીં ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org