________________
૧૮ બીજાઓ ઓફીસમાં બેઠા બેઠા ટેલીફોનનું ડાયલ ઘુમાવે ને હજારો રૂપિયા કમાઈ જાય, અને હું કેટલીય મજારી કરું , દોડધામ કરું છું. કંઈ કેટલાય ધંધા અજમાવી જોયા, પણ નિર્ધનતા સતી સ્ત્રીની જેમ મારો પડછાયો છોડતી નથી.
બીજાને સુંદર-સુશીલ-ગુણિયલ પત્ની મળી. ને ઘણી ઘણી તપાસ કરીને પસંદ કરી હોવા છતાં મારી પત્ની કેમ કુભાર્યા નીકળી? રોજ ફલેશકંકાસ ને કજીયા. જીવવું ઝેર કરી નાંખ્યું. જરૂર પ્રકૃતિ મને સજા કરી રહી છે ને તો પછી જરૂર હું પૂર્વમાં કંઈક ને કંઈક તોફાન-અપરાધ કરી આવ્યો છું. નહીંતર મારા જ ગળે આવું લાકડું શા માટે બાઝે?
જીવનના જે જે અંગમાં અનુકૂળતાઓ મળી છે તે તે પૂર્વમાં હું કંઈક સુકૃત કરી આવ્યો છું એની મને પ્રકૃતિ તરફથી બક્ષિસ મળેલ છે. ને જીવનના જે જે અંગમાં પ્રતિકૂળતાઓ પેદા થયેલી છે એ પૂર્વમાં હું જ કંઈક અપરાધ કરી આવ્યો છું એની પ્રકૃતિ તરફથી મને થઈ રહેલી સજા છે. તો પછી પત્ની-પુત્ર-પડોશી-ભાગીદાર કે બીજા કોઈને પણ મારા દુઃખમાં જવાબદાર શું માનવો? ને એના પ્રત્યે દ્વેષ-શત્રુતા શું કરવાં?
સત્કાર્ય કર્યું, પુણ્ય બંધાયું, એના વિપાકે બક્ષિસ મળી.” “દુષ્કાર્ય કર્યું, પાપ બંધાયું, એના વિપાકે સજા થઈ.”
જીવનમાં જે કંઈ સારું કે નરસું બની રહ્યું છે એમાં આવું કર્મવિપાકનું ચિન્તન કરનારના હૃદયને સમતાદેવી શા માટે ન વરે?
અલ્યા! ઉભો રહે, વગર લાઈટે સાઈકલ ચલાવે છે...' અય! બાજુ પર ખસ, લાઈટ તો નથી, બ્રેક પણ નથી.'
છતાં, ટ્રાફીક પોલીસે જેમ તેમ કરી સાઇકલનું હેન્ડલ પકડી સાઇકલ સવારને ઉભો રાખ્યો, ખીસામાંથી ડાયરી કાઢી, “કંઇ લખતાં વાંચતાં આવડે છે કે?
“લખતાં આવડે છે, વાંચતાં નથી આવડતું..” સાઈક્લિસ્ટે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org