SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ “વાંધો નહીં, લખતાં આવડે છે ને... લે તારું નામ ને એડ્રેસ આમાં લખી દે...’ ગામડિયાએ ડાયરી લઇ કંઇક લીટા કરી, ડાયરી પાછી આપી. પોલીસે જોયું અને ખીજાયો. ‘અલ્યા! આ શું લખ્યું ? વાંચી બતાવ... ‘મેં કહ્યું ને... મને વાંચતાં નથી આવડતું...' આપણે પણ રોજે રોજ કંઇક સારાં નરસાં કાર્યો કરીને આત્મા પર જાત જાતનું લખ્યા કરીએ છીએ, પણ અત્યારે જીવનમાં જે અનુભવી રહ્યા છીએ... એ પૂર્વમાં શું લખીને આવ્યા છીએ ? એનું પરિણામ છે? એટલું વાંચતાં શીખ્યા નથી. શરીર રોગિષ્ઠ (કે નિરોગી) શા માટે મળ્યું? પત્ની સુશીલ (કે કુશીલ) શા માટે મળી? આર્થિક પરિસ્થિતિ સદ્ધર (કે અદ્વર) શા માટે? પુત્રો વિનીત (કે ઉલ્લંઠ) શા માટે પાડ્યા! સંઘ-સમાજ કે સંસ્થાનું ઘણું કામ કરું છું છતાં મને જશને બદલે જૂતિયાં મળે છે ને ફલાણો કશું નથી કરતો છતાં જશ ખાટી જાય છે. ઘણો ઉપકાર કરવા છતાં હું લોકપ્રિય બનવાના બદલે અળખામણો કેમ બની ગયો છું ! બધાંને મારું આગમન અપ્રિય કેમ થઇ પડે છે ? જિંદગીના આવાં અનેક પાસાંઓ કયા કર્મનો વિપાક છે! તે અને એવું કર્મ મન-વચન-કાયાની કેવી સારી-નરસી પ્રવૃત્તિ-વૃત્તિથી બંધાય છે તે વાંચવાનું શીખવતો એક અવ્વલ કક્ષાનો ગ્રન્થ એટલે “કર્મવિપાક” નામનો પ્રથમ કર્મગ્રંથ. પ્રાચીન કર્મગ્રન્થનો આધાર લઇને પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે રચેલા આ પ્રથમ કર્મગ્રંથ પર આજ સુધીમાં ઘણું ઘણું સાહિત્ય બહાર પડી ચૂકયું છે. છતાં જગત્તા જીવો ઘણું ખરું આ વાંચતાં શીખ્યા નથી-શીખતા નથી. એટલે વિશ્વવત્સલ શ્રી તીર્થંકર દેવોથી નિરક્ષરતા નિવારણ માટે ચાલુ થયેલા આ સાક્ષરતા અભિયાનમાં પંડિતવર્ય શ્રી ધીરજભાઇ મહેતા પણ પોતાનો કંઇક ફાળો નોંધાવવા જિજ્ઞાસુઓ સમક્ષ ઉપસ્થિત થયા છે જે જરૂર અનેક ભાવુકોને લાભકર્તા બનશે એમાં શંકા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy