________________
૨
સેંકડોની સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતોને તેઓએ અનેક ગ્રન્થોનું અધ્યાપન કરાવ્યું છે તેથી તેઓનું ગ્રન્થ પરિશીલન સારું છે. વળી યોગવિંશિકાયોગશતક વગેરે અનેક ગ્રન્થોનો સરળ અનુવાદ પ્રકાશિત કર્યો હોવાથી તેઓની આ બાબતની હથોટી સારી કેળવાયેલી છે તથા અમેરિકાસ્થિત સાવ નવા જીવોને પણ આ વાતો કેવી રીતે સમજાવવી? એનો એમને અનુભવ છે એટલે આ વિવેચનમાં તેઓએ સારો એવો વિસ્તાર કર્યો છે જે નવા જીવોને વિષય વસ્તુ પણ સમજવામાં ઉપકારક બનશે એવી શ્રદ્ધા છે.
સિદ્ધાન્તદિવાકર, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા.ના સૂચનને અનુસરીને મેં મારા ક્ષયોપશમ અનુસાર આ વિવેચન વાંચી જોયેલું છે. મને પણ આ ગ્રન્થના અધ્યાપનનો લાભ અનેકશઃ પ્રાપ્ત થયેલો છે એ દરમ્યાન થયેલી વિચારણાઓ-ફુરણાઓનો લાભ અનેક જિજ્ઞાસુઓને પ્રાપ્ત થાય એવી ભાવનાથી પ્રથમ કર્મગ્રન્થના પદાર્થોનું લખાણ તૈયાર કરેલું. પણ શ્રી ધીરૂભાઇ પંડિતની ભાવના મુજબ એનું અલગ પુસ્તક ન છપાવતાં એમાંની વિશિષ્ટ વાતો આ પુસ્તકમાં જ પરિશિષ્ટ રૂપે સમાવિષ્ટ કરી છે.
કર્મવિપાક નામના આ પ્રથમ કર્મ ગ્રન્થનો અભ્યાસ-પરિશીલન-મનન કરીને ડગલેને પગલે એને જીવનમાં વિચારતા રહીને, સમતા કેળવીને, ભવ્યજીવો ચિદાનંદના ભોકતા બનો એવી મંગલ કામના.
શ્રી શંખેશ્વરજી મહાતીર્થ
વિ. સં. ૨૦૫૧
શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત
જયશેખરસૂરીશ્વર શિષ્યાણું મુનિ અભયશેખરવિજય ગણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org