________________
પ્રથમ કર્મગ્રંથ
નિદ્રાપંચકને આવરણ કરવા લાયક આ ચક્ષુદર્શનાદિ ત્રણ ગુણો જ છે. આ જ ઉઘાડી રહી ગયેલી અર્થાત ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને આ નિદ્રાપંચક ઘાત કરે છે. માટે નિદ્રાપંચકને દર્શનાવરણીયમાં ગણી છે. અને તે પણ સર્વથા હણે છે. કારણ કે નિદ્રાકાળે તે જોવાનીસાંભળવાની અને સુંઘવાની શક્તિ સર્વથા ઢંકાઈ જાય છે. માટે સર્વઘાતી પણ કહી છે. જો કે આ નિદ્રાપંચક પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિ રૂ૫ અંશને જ હણે છે. તથાપિ સર્વથા હણે છે. માટે સર્વઘાતી છે.
સારાંશ કે ચક્ષુદર્શનાવરણાદિ ચાર કર્મો ચક્ષુદર્શનાદિ ચાર મૂલગુણોને હણે છે અને નિદ્રાપંચક આ ચાર દર્શનાવરણીય કર્મોમાંના પ્રથમના ત્રણ કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી ચક્ષુદર્શનાદિ લબ્ધિને હણે છે. માટે નવેમાં દર્શનાવરણીયપણું કહેલું છે. (જુઓ કર્મ પ્રકૃતિ ઉપર પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ. કૃત ટીકા ગાથા ૧. નૌકા તથા પ્રથમ કર્મગ્રંથની ટીકા ગાથા ૧૨)
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મ પૂર્ણ કરી હવે ત્રીજું વેદનીય કર્મ સમજાવે છે - મધથી ખરડાયેલી તલવારની ધારને ચાટવા સરખું આ ત્રીજું વેદનીયકર્મ છે. જેમ મધથી લિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ જ્યાં સુધી મધનો સ્વાદ આવે ત્યાં સુધી સાતા ઉપજે. પરંતુ આસક્તિથી વધારે ચાટતા ચાટતાં જ્યારે જીભ કપાય ત્યારે અસાતા ઉપજે. તેની જેમ આ જીવ વિષયના ઉપભોગકાળે સુખનો અનુભવ કરે. અને પછી તે જ વિષયોના વિપાકથી કે વિરહથી દુઃખનો અનુભવ કરે છે. માટે આ વેદનીય કર્મ મધથી લિપ્ત અસિધારા સમાન છે અને તે બે પ્રકારનું છે. (૧) સાતવેદનીય અને (૨) અસતાવેદનીય.
જ્યાં આત્માને સુખનો અનુભવ થાય, ચારે બાજુ અનુકૂળતાઓની પ્રાપ્તિ થાય, સાનુકુળ સંજોગો મળે, શરીર નિરોગી મળે તે સાતવેદનીય અને જ્યાં દુઃખનો અનુભવ થાય, પ્રતિકૂળ સંજોગોની પ્રાપ્તિ થાય. તે અસતાવેદનીય કર્મ કહેવાય છે. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org