________________
કર્મવિપાક
હવે ગતિને આશ્રયી વધારે સાતા - અસાતા ક્યાં હોય તે જણાવે છે ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरियनरएसु । मज्जं व मोहणीयं, दुविहं दंसणचरणमोहा ॥ १३ ॥ (ओसन्नं सुरमनुजे, सातमसातं तु तिर्यङ्नरकेषु । मद्यमिव मोहनीयं, द्विविधं दर्शनचरणमोहात् ) શબ્દાર્થ :- ઓસત્સં મનુષ્યગતિમાં, સાયં સાતા હોય છે, અસાયં અસાતા, તુ = વળી, ત્તિરિયનરજ્જુ = તિર્યંચ અને નરકગતિમાં, મ વ = મદિરા જેવું, મોહળીય મોહનીયકર્મ છે. દ્વિવિધ = બે પ્રકારો, વંતળવરણમોહ। = દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મના ભેદથી.
પ્રાયઃ, ઘણું કરીને, સુરમપુણ્ = દેવ અને
=
–
–
=
Jain Education International
99
-
ગાથાર્થ :- દેવ-મનુષ્યગતિને વિષે પ્રાયઃ સાતાનો અને તિર્યંચ તથા નરકને વિષે પ્રાયઃ અસાતાનો ઉદય હોય છે. મોહનીય કર્મ મદિરા જેવું છે અને દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયના ભેદથી બે પ્રકારે છે. ૧૩.
વિવેચન :- દેવ તથા મનુષ્યગતિમાં બહુલતાએ સાતાવેદનીયનો ઉદય હોય છે. છતાં દેવોને પોતાના ચ્યવન કાળે, સ્ત્રીવિયોગાદિ કાળે, તથા પરસ્પર અપહરણ અને લડાઈ કાળે અસાતાનો ઉદય પણ હોય છે. તથા મનુષ્યોને પણ વધ, બંધન, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, શ૨ી૨પીડા અને રોગ - શોકાદિ કાળે અસાતાનો ઉદય હોય છે. અહીં મૂળગાથામાં કહેલ “ ઓસન્ન ’” શબ્દ બહુલતાનો સૂચક છે.
નરક તથા તિર્યંચગતિમાં ઘણું કરીને અસાતાનો ઉદય હોય છે. છતાં તીર્થંકરપ્રભુના ચ્યવનાદિ કલ્યાણકોના પ્રસંગે સાતાનો પણ ઉદય હોય છે. તિર્યંચોમાં ચક્રવર્તી રાજાના પટ્ટહસ્તી અને અશ્વરત્ન આદિને સાતાનો ઉદય પણ હોય છે. દેવોને વધારે સાતા. તેનાથી મનુષ્યોને ઓછી સાતા હોય છે. નારકીને વધારે અસાતા, તેનાથી તિર્યંચોને ઓછી અસાતા હોય છે. આ પ્રમાણે વેદનીયકર્મ પૂર્ણ થયું.
મોહનીય કર્મ મદિરા સમાન છે. જેમ મદિરાપાનથી ઉન્મત્ત થયેલ પ્રાણી સારાસારના વિવેકથી ભ્રષ્ટ થાય છે. કર્તવ્ય શું ? અને અકર્તવ્ય શું? તે જાણતો નથી. ગમે તેમ બોલે અને ગાંડાની જેમ વર્તે છે. તેવી રીતે
For Private & Personal Use Only
www.jainelibrary.org