________________
પ્રથમ કર્મગ્રંથ
મોહનીય કર્મથી મૂઢ થયેલ પ્રાણી પારમાર્થિક હિતાહિતના વિવેકથી ભ્રષ્ટ થાય છે. આત્માના અહિતકારી તત્ત્વોમાં (કુદેવ - કુગુરુ આદિમાં) હિતબુદ્ધિ કરે છે અને હિતકારી તત્ત્વોમાં (સુદેવ-સુગુરુ આદિમાં) અહિતબુદ્ધિ કરે છે. માટે મોહનીયકર્મ મદિરા સમાન છે. (મોહનીય શબ્દમાં મુન્ ધાતુથી બનીય પ્રત્યય થયેલ છે.
તેમની અને આ ત્રણ પ્રત્યયોબુકોની અપેક્ષાએવિધ્યર્થકૃદન્તના છે અને વ્યાકરણની અપેક્ષાએ કૃત્યપ્રત્યયો છે. તે કૃત્યપ્રત્યયો તત્કાળાનાણા વર્ષમાવે
ઉત્તર્યાશ્ચ સિદ્ધહેમ ૩-૩-૨૧ થી કર્મકારકમાં જ થાય છે. અહીં જો આ સૂત્રાનુસારે કર્મકારકમાં કરીએ તો મુહ્ય યઃ મણી મોદનીય જે મુંઝાય તે મોહનીય એવો અર્થ થાય છે અને તે આત્મા જ આવે, પરંતુ કર્મ અર્થ જેલેવો છે તે આવે નહીં. માટે સિદ્ધહેમ ૫-૧-૨ વહુનમ્ સૂત્રથી આ મનીય પ્રત્યય કર્તા કારકમાં કરવો. પરંતુ કર્મકારકમાં ન કરવો. મોહતિ વત્ તત્ મોહનીચ= આત્માને જે મુંઝવે, મોહ પમાડે, તે મોહનીય,તેથી મુંઝવનાર એવુંમોહનીય કર્મ જ અર્થ થશે. પરંતુ મુંઝવવા લાયક આત્મા એવો અર્થ થશે નહીં.).
આ મોહનીયકર્મના બે ભેદો છે. (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય દર્શન એટલે શ્રદ્ધા-વિશ્વાસ,પ્રેમ, રુચિ એવો શબ્દાર્થ જાણવો, જીવ-અજીવ-પુણ્ય-પાપઆદિયથાર્થતત્ત્વોપ્રત્યેની વાસ્તવિકજે શ્રદ્ધા-રુચિતે દર્શન અર્થાત્ સમ્યકત્વ કહેવાય છે. સર્વજ્ઞ અને વીતરાગ પરમાત્માઓએ જગતનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સ્વરૂપ, વક્તા પૂર્ણજ્ઞાની હોવાથી અને રાગાદિ રહિત હોવાથી સંપૂર્ણપણે સત્ય છે એવી અચલ-અડગ શ્રદ્ધા તે દર્શન = સમ્યગ્દર્શન અર્થાત્સમ્યક્ત્વકહેવાય છે. તે સમ્યગ્દર્શનમાં કર્મ મુંઝવણ ઉભી કરે. શ્રદ્ધાથવાનદે,અથવાશ્રદ્ધામાં શંકાકરાવેતે દર્શનમોહનીય. - હિંસા-જુઠ-ચોરી આદિ દુરાચારોનો જે ત્યાગ અને અહિંસા-સત્ય આદિ સદાચારોનું જે આસેવન તે ચારિત્ર. આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર જીવનમાં આવવા ન દે, અથવા ચારિત્રમાં મુંઝવણ ઉભી કરે, દોષો લગાડે, ચારિત્રને લૂષિત કરે તે ચારિત્રમોહનીય. સંક્ષેપમાં વિચારોને મિથ્યા કરે તે દર્શનમોહનીય અને આચારોને મિથ્યાકરે તે ચારિત્રમોહનીય કહેવાય છે. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org