________________
કર્મવિપાક
હવે પ્રથમ દર્શનમોહનીયના ત્રણ ભેદો સમજાવે છે -
दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥१४॥ (दर्शनमोहं त्रिविधं, सम्यग् मिश्रं तथैव मिथ्यात्वम् । शुद्धमविशुद्धं, अविशुद्धं तद् भवति क्रमशः)
શબ્દાર્થ - હંસાનોરં દર્શનમોહનીય કર્મ, તિવિદં ત્રણ પ્રકારે, સમ્મ=સમ્યકત્વ મોહનીય, મી-મિશ્રમોહનીય, તહેવ=તથા, મિત્ત= મિથ્યાત્વમોહનીય, સુદ્ધ=શુદ્ધપૂંજ, વિશુદ્ધ અર્ધવિશુદ્ધ, વિશુદ્ધ અશુદ્ધપૂંજ, તો કર્મ, હવ હોય છે. તેમનો અનુક્રમે.
ગાથાર્થ :- દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારે છે. (૧) . સમ્યકત્વમોહનીય, (૨) મિશ્ર મોહનીય, (૩) મિથ્યાત્વમોહનીય. તે ત્રણે કર્મ અનુક્રમે શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધપૂંજ સ્વરૂપ છે. ૧૪.
વિવેચન :- આ આત્મા જ્યારે ઉપશમાદિ સમ્યકત્વ પામે છે. ત્યારે તે સમ્યકત્વની વિશુદ્ધિના બલથી પૂર્વબદ્ધ સત્તાગત મિથ્યાત્વમોહનીય કર્મનાં પુદ્ગલોમાં મિથ્યાભાવ લાવવાની જે વિકારક શક્તિ છે તેને હણીને-હીન કરીને તે જ પુદ્ગલોને ત્રણ ભાગ સ્વરૂપે કરે છે.
જેમ ડાંગરને ખાંડણિયા આદિમાં ખાંડવાથી કેટલીક ડાંગર ફોતરાં વિનાની બને છે. કેટલીક ડાંગર અર્ધ ફોતરાવાળી બને છે. અને કેટલીક ડાંગર હજુ તેવીને તેવી જ રહે છે. એ જ પ્રમાણે મિથ્યાત્વમોહનીયકર્મનાં જે પુલોમાંથી મિથ્યાભાવ લાવવાની વિકારક શક્તિ વધારે પ્રમાણમાં હીન થઈ ચુકી હોય, અર્થાત્ નહીંવત્ રહી હોય તે પુદ્ગલો જો કે અલ્પવિકારક શક્તિ યુક્ત છે તથાપિ તેની માત્રા અલ્પ હોવાથી શુદ્ધપુંજ કહેવાય છે. તેનું જ નામ સમ્યકત્વમોહનીય. જે પુદ્ગલોમાં વિકારકશક્તિ અર્ધહીન થઈ છે તે અશુદ્ધપુંજ. તેનું નામ મિશ્રમોહનીય. અને મિથ્યાત્વમોહનીયકર્મનાં જે પુદગલો હજુ પણ તેવાં ને તેવાં જ રહ્યાં છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org