________________
૮૦
પ્રથમ કર્મગ્રંથ
અશુદ્ધપુંજ અર્થાત્ મિથ્યાત્વમોહનીયકર્મ કહેવાય છે. આ ત્રણે કર્મો આત્માના સમ્યકત્વ ગુણને (દર્શન ગુણને) હણે છે તથા ક્લષિત કરે છે માટે ત્રણેને દર્શનમોહનીય કર્મ કહેવાય છે.
મિથ્યાત્વનાં ચાર ઠાણીયા રસવાળાં, ત્રણ ઠાણીયા રસવાળાં, અને તીવ્ર બે ઠાણીયા રસવાળાં પુદ્ગલો તે મિથ્યાત્વમોહનીય, મધ્યમ બે ઠાણીયા રસવાળાં પુદ્ગલો તે મિશ્રમોહનીય, અને મંદ બેઠાણીયા રસવાળાં તથા એક ઠાણીયા રસવાળાં પુદ્ગલો તે સમ્યક્ત્વમોહનીય કર્મ કહેવાય છે.
પ્રશ્ન – સમ્યકત્વમોહનીય તો શુદ્ધપુંજ હોવાથી ઉપાદેય ગણાવો જોઈએ, તથા મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી આત્મા મિથ્યાત્વી કહેવાય અને મિશ્રમોહનીયના ઉદયથી આત્મા મિશ્રદષ્ટિ કહેવાય, તેવી જ રીતે સમ્યકત્વમોહનીયના ઉદયથી જીવ સમ્યક્તી કહેવાય છે. તો મુહપત્તિના પચાસ બોલમાં “ સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરૂ” એમ સમ્યકત્વમોહનીયને પણ તજવાનું કેમ બતાવ્યું છે?
ઉત્તર - સમ્યકત્વમોહનીયકર્મ તે શુદ્ધપુંજ છે જ નહીં. ફક્ત મિથ્યાત્વ અને મિશ્રની અપેક્ષાએ વિકારકશક્તિ અલ્પ હોવાથી અલ્પની અવિવક્ષા કરીને શુદ્ધપુંજ કહેવામાં આવ્યો છે. વાસ્તવિકપણે તો સમ્યકત્વમોહનીયકર્મ પણ હજુ એકઠાણીયો અને મંદ બે ઠાણીયો રસ હોવાથી સમ્યકત્વમાં શંકા-કાંક્ષા આદિ અતિચારો ઉત્પન્ન કરવાનું જ કામ કરે છે. તે કર્મ સમ્યકત્વ આપતું નથી પરંતુ પ્રાપ્ત સમ્યક્તને દોષિતકલંકિત કરે છે માટે હેય જ છે. મિથ્યાત્વ અને મિશ્ર કરતાં આ કર્મનો રસ ઘણો જ મંદ કરેલ હોવાથી સમ્યકત્વને આ કર્મ અટકાવી શકતું નથી. પરંતુ કાંકરા તો મારે જ છે. તેથી કાંકરા નાખવા રૂપ દોષો જ ઉત્પન્ન કરવાનો આ કર્મનો સ્વભાવ છે. માટે હેય છે પરંતુ ઉપાદેય નથી. - તથા મિથ્યાત્વ અને મિશ્રના ઉદયથી જેમ મિથ્યાત્વી અને મિશ્રદષ્ટિ કહેવાય છે. તેમ સમ્યકત્વમોહનીયના ઉદયથી જીવ સમ્યકત્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org