________________
કર્મવિપાક
કહેવાતો નથી. જો તેમ કહેવાય તો ઉપશમ અને ક્ષાયિકસમ્યકત્વીને તો સમ્યકત્વી કહેવાશે જ નહીં. કારણ કે તેને તો સમ્યકત્વ મોહનીય ઉદયમાં જ નથી. માટે સમ્યકત્વમોહનીયના ઉદયકાળે ચાર ઠાણીયો-ત્રણ ઠાણીયો અને તીવ્ર તથા મધ્યમ બે ઠાણીયો રસ જે હણાયો છે તેનાથી એટલે તીવ્ર રસના અભાવથી સમ્યકત્વ પ્રાપ્ત થયું છે. પરંતુ શેષ રહેલ મંદ બે ઠાણીયા અને એક ઠાણીયા રસથી સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી. તે રસ તો દોષોત્પાદક જ છે.
તીવ્ર રસના અભાવથી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે. પરંતુ શેષ બાકી રહેલ મંદ રસના ઉદયથી સમ્યકત્વ થયું નથી, થતું નથી. અને થશે પણ નહીં. તે મંદ રસોદય પણ દોષનો સર્જક હોવાથી જો તે પણ ચાલ્યો જાય તો વધારે નિર્મળ સમ્યકત્વ પ્રગટ થાય છે કારણ કે બાધકતત્ત્વ સર્વથા નષ્ટ થયું. ઈત્યાદિ સૂક્ષ્મદષ્ટિએ વિચારવું.
તથા સીત્તે મોત તિ એમ સમી તપુરુષ સમાસ કરવો. જે કર્મ સમ્યકત્વમાં મુંઝવે તે સમ્યકત્વ મોહનીયકર્મ કહેવાય. (પરંતુ સમત્વ અપાવે તે સમ્યકત્વમોહનીય એવો અર્થ ન કરવો.)
આત્માને યથાપ્રવૃત્ત-અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવા વડે અનુક્રમે સ્થિતિભેદ, ગ્રન્થિભેદ અને અંતરકરણ કરવા દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ જે થાય છે અને તેના વડે જે ત્રણ પુંજ કરાય છે તે હકીકત બીજા કર્મગ્રંથના વિવેચન પ્રસંગે તેની બીજી ગાથામાં જણાવાશે. ૧૪.
હવે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવે છે - ની-મી-પુ0-પાવાઇડસ-સંવર-ધંધ-મુવર -નિકાર ને સદ તા, સખ્ય ફાફ-ટુ-બે . ૨૫ (નીવાળીવ–પુષ્ય-પત્રિવ-સંવર-વન્ધ-મોક્ષ-નિર્ભરપાનિ ! येन श्रद्दधाति तत्सम्यक् क्षायिकादिबहुभेदम्)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org