________________
૮૨
પ્રથમ કર્મગ્રંથ
શબ્દાર્થ :- નીચ = જીવ, મળીય = અજીવ, પુuUT = પુણ્ય, પાવ = પાપ, આસવ = આશ્રવ, સંવર = સંવર, વંધ = બંધ, અવર = મોક્ષ અને, નિગરા = નિર્જરા, નેd = જેના વડે, સરૂ = શ્રદ્ધા કરાય, તર્થ = તે, સખ્ત = સમ્યકત્વ, ઉફા = ક્ષાયિકાદિ, નંદુબેઠં = ઘણા ભેદવાળું છે.
ગાથાર્થ :- જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-મોક્ષ અને નિર્જરા આ નવ તત્ત્વોની જેના વડે શ્રદ્ધા કરાય છે તે તત્ત્વોની રુચિ સ્વરૂપ આત્મપરિણામને સમ્યકત્વ કહેવાય છે અને તે સમ્યકત્વ ક્ષાયિકાદિ બહુભેદવાળું છે. ૧૫.
વિવેચન - જીવ-અજીવ-પુણ્ય-પાપ આદિ નવ તત્ત્વોનું જેવું સ્વરૂપ આ સંસારમાં છે. તેવા સ્વરૂપની શ્રદ્ધા કરવી-રુચિ કરવી, તેને જ સત્ય છે એમ સ્વીકારવું. તે સમ્યગ્દર્શન કહેવાય છે. (જુઓ તસ્વાર્થ સૂત્ર તત્ત્વાર્થશ્રદ્ધાનં સ ર્ણનમ્ ૧-૨) આ સમ્યગ્દર્શન દર્શનમોહનીય કર્મના ક્ષયથી, ઉપશમથી અને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. દર્શનમોહનીય કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ આ ત્રણ અત્યંતર (અંતર્વર્તી) કારણો છે અને સમ્યગ્દર્શન એ તેનું કાર્ય છે.
(૧) આ દેહમાં અસંખ્યાત પ્રદેશાત્મક જીવ છે. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન પદાર્થ છે. ચૈતન્ય એ તેનું લક્ષણ છે. મિથ્યાત્વાદિ હેતુઓને લીધે કર્મોનો કર્તા છે. અને પૂર્વબદ્ધ કર્મોનો ભોક્તા છે. આયુષ્ય આદિ કર્મોને લીધે એક ભવથી બીજા ભવમાં આવન-જાવન કરનાર છે. પૂર્વભવ-પુનર્ભવવાળો છે. દ્રવ્ય-ગુણ-પર્યાયવાળો છે. દ્રવ્યથી તે અનાદિ અનંત નિત્ય છે. ગુણોથી જ્ઞાનાદિ ગુણોવાળો છે. પર્યાયથી દેવ-મનુષ્યાદિ પર્યાયો પામવાવાળો છે અને તેથી અનિત્ય પણ છે. ઈત્યાદિ જીવનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું તે સમ્યગ્દર્શન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org