________________
કર્મવિપાક
(૨) ચૈતન્ય વિનાનું નિર્જીવ જે દ્રવ્ય તે અજીવ, આ દ્રવ્ય ધર્મઅધર્મ-આકાશ-પુદ્ગલ-અને કાળ એમ પાંચ ભેદે છે. પુદ્ગલ રૂપી અને શેષ ચાર અરૂપી છે. સર્વે દ્રવ્યો લોકમાત્ર વ્યાપી છે. પરંતુ આકાશ લોકાલોક વ્યાપી છે. કાળ અઢી દ્વીપ વ્યાપી છે. કાળ ઔપચારિક દ્રવ્ય છે. પરમાર્થથી જીવ અને અજીવના પર્યાય સ્વરૂપ છે ઈત્યાદિ.
૮૩
(૩) જીવને સુખ આપે, અનુકૂળતાઓ આપે, આનંદ કરાવે, પ્રસન્નતા આપે તે પુણ્ય. (દ્રવ્ય પુણ્ય). તેના સાતાવેદનીયાદિ ૪૨ ભેદો છે. પાત્રને દાનાદિ આપવા રૂપ નવ પ્રકારે આ પુણ્ય બંધાય છે, ઈત્યાદિ.
(૪) જીવને દુઃખ આપે, પ્રતિકૂળતાઓ આપે, નાખુશીભાવ લાવે, શોક-ઉદાસીનતા લાવે તે પાપ (દ્રવ્ય પાપ), તેના અસાતાદિ ૮૨ ભેદો છે. હિંસા આદિ ૧૮ પાપસ્થાનકોથી બંધાય છે, ઈત્યાદિ.
(૫) જેમ હોડીમાં છિદ્રથી પાણી આવે તેમ આત્મામાં જે જે કાર્યો કરવાથી કર્મો આવે તે તે કાર્યો આશ્રવ કહેવાય. હોડી સમુદ્રમાં ડૂબે તેમ જીવ આ સંસારમાં ડૂબે, તેના પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત. ત્રણ યોગ, અને પચીસ ક્રિયા એમ ૪૨ ભેદો છે.
(૬) આવતાં કર્મો જેનાથી રોકાય, હોડીમાં આવતું પાણી જેમ ડુચો મારવાથી અથવા સાંધો પૂરવાથી રોકાય, તેમ કર્યો આવતાં જે કાર્યોથી રોકાય તે સંવર. જેમ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ઈત્યાદિ. આ સંવરના ૫૭ ભેદો છે.
(૭) આત્મામાં આવેલા કર્મોનું ક્ષીર-નીરની જેમ અથવા લોહાગ્નિની જેમ એકમેક થવું. તન્મય થવું. અંદર અંદર ભળી જવું તે બંધ, પ્રકૃતિબંધાિ તેના ચાર ભેદો છે. આ સંસારી આત્મા કર્મોથી બંધાય પણ છે અને છુટે પણ છે. કર્તા-ભોક્તા છે. અકર્તા નથી. માત્ર જ્ઞાતા-દૃષ્ટા નથી. સિદ્ધિગત આત્મા કર્મોનો અકર્તા છે,
ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org