SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૭૧ હવે પ્રત્યેક-સ્થિર-શુભ-સૌભાગ્યના અર્થ સમજાવે છે. पत्तेअतणू पत्ते उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ॥५०॥ (प्रत्येकतनुः प्रत्येकोदयेन, दन्तास्थ्यादि स्थिरम् । नाभ्युपरि शिर आदि शुभं, सुभगात्सर्वजनेष्टः) શબ્દાર્થ - પત્તે તપૂ = જુદા-જુદા શરીરવાળો, પત્તે ૩૫ = પ્રત્યેક નામકર્મના ઉદયથી, વંત = દાંત, દિડું = હાડકાં વિગેરે, થિર = સ્થિર, નામુરિ = નાભિથી ઉપર, સિરાડું = મસ્તક વિગેરે, સુર્દ = શુભ, અમો = સૌભાગ્ય નામકર્મના ઉદયથી, સવ્યન = સર્વ માણસોને, રૂ = ઈષ્ટ-વહાલો. ગાથાર્થ = પ્રત્યેક નામકર્મના ઉદયથી જુદા-જુદા શરીરવાળો બને છે. સ્થિરનામકર્મના ઉદયથી દાંત-હાડકાં વિગેરે સ્થિર પ્રાપ્ત થાય છે. શુભ નામકર્મના ઉદયથી નાભિ ઉપરના મસ્તકાદિ અંગો શુભ પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય નામકર્મથી જીવ સર્વ જીવોને વહાલો લાગે છે. ૫૦. વિવેચન = જે કર્મના ઉદયથી દરેક જીવને ઔદારિક કે વૈક્રિય ભિન્ન-ભિન્ન શરીર પ્રાપ્ત થાય. જીવવાર જુદું જુદું શરીર મળે, એકેક શરીરમાં તેનો માલીક જીવ એકેક ભિન્ન ભિન્ન હોય તે પ્રત્યેક નામકર્મ. વનસ્પતિકાય સિવાય તમામ જીવોને પોત-પોતાનું શરીર ભિન્ન ભિન્ન જ હોય છે. વનસ્પતિકાયમાં વૃક્ષ-શાખા-પ્રશાખા-ફલ-ફળ ઇત્યાદિને જીવવાર ભિન્ન ભિન્ન શરીર હોય છે અને બટાકા-ડુંગળી-લસણ-ગાજર ઇત્યાદિ વનસ્પતિમાં અનંતજીવો વચ્ચે એક જ શરીર હોય છે. તેથી તેને સાધારણ કહેવાય છે. આવો પ્રત્યેકનો પ્રતિસ્પર્ધી ભેદ માત્ર વનસ્પતિકાયમાં જ હોવાથી ત્યાં પ્રત્યેક-સાધારણ બે ભેદો પ્રસિદ્ધ છે શેષ પૃથ્વીકાય આદિ સર્વ જીવો પ્રત્યેક નામકર્મના ઉદયવાળા છે તથાપિ તેઓમાં કયાંય સાધારણ એવો બીજો ભેદ ન હોવાથી પ્રતિસ્પર્ધીના અભાવે પ્રત્યેકનો વ્યવહાર થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy