________________
૧૭૦
પ્રથમ કર્મગ્રંથ
કરણ એટલે પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની ક્રિયા, જે જીવે પોતાના ભવને યોગ્ય પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની ક્રિયા સમાપ્ત કરી છે. પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તે કરણપર્યાપ્ત અને જે જીવ પોતાના ભવને યોગ્ય ૪-પ-કે ૬ પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી પરંતુ હજુ પર્યાપ્તિઓ કરે છે તે કરણ અપર્યાપ્તા.
છ પર્યાપ્તિઓ કરતા જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે પરંતુ તે જ જીવો પોતાની પર્યાદ્ધિઓ પૂર્ણ થતાં કરણ પર્યાપ્તા બને છે. એક ભવમાં બન્ને અવસ્થા આવી શકે છે. કરણ પર્યાપ્ત થવાવાળાને કરણ અપર્યાપ્ત અવસ્થામાં પણ પર્યાપ્તનામકર્મનો જ ઉદય હોય છે. પર્યાતિઓ પૂર્ણ કરવાની ક્રિયા પૂર્ણ થઈ નથી તેટલા પુરતો જ તે અપર્યાપ્ત કહેવાય છે. વાસ્તવિક તો તે પર્યાપ્ત જ છે.
કરણ અપર્યાપ્ત અવસ્થામાં લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્ત પણ હોઈ શકે અને લબ્ધિની અપેક્ષાએ પર્યાપ્ત પણ હોઈ શકે, પરંતુ કરણ પર્યાપ્ત અવસ્થામાં માત્ર લબ્ધિ પર્યાપ્ત જ હોય છે. તેવી જ રીતે લબ્ધિ પર્યાપ્ત જીવો પોતાની પર્યાપ્તિઓ કરતા હોય ત્યારે કરણ અપર્યાપ્તા અને પર્યાપ્તિઓ પૂર્ણ કરી રહે પછી કરણ પર્યાપ્તા એમ બન્ને થઈ શકે છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્તા જીવો નિયમ કરણ અપર્યાપ્તા કહેવાય છે.
કોઈક સ્થળોએ “કરણ નો ત્રીજી ઇન્દ્રિયપર્યાપ્તિ” એવો પણ અર્થ કરવામાં આવ્યો છે. જેઓએ ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી છે તે કરણપર્યાપ્તા અને ત્રીજી હજુ અપૂર્ણ છે તે કરણ અપર્યાપ્તા. આવો અર્થ પણ કોઈ સ્થળોએ છે. આ અર્થ પ્રમાણે સર્વે લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને જ મૃત્યુ પામતા હોવાથી નિયમા કરણ પર્યાપ્તા થાય જ છે. એવો અર્થ ફલિત થાય છે. પરંતુ આ અર્થ વ્યાપકપણે પ્રસિદ્ધ નથી. આ પ્રમાણે ત્રસ-બાદર-પર્યાપ્તનામકર્મ સમજાવ્યું. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org