________________
* ૧૭૨
પ્રથમ કર્મગ્રંથ જે કર્મના ઉદયથી શરીરમાં રહેલા દાંત-હાડકાં વિગેરે અવયવો પોતપોતાની જગ્યાએ સ્થિર જ રહે છે. ખસી જતા નથી, પડી જતા નથી કે એકઠા થઈ જતા નથી. તે સ્થિરનામકર્મ કહેવાય છે. કોઈ માણસ મુખ પહોળું કરે તો ઉપરના દાંત નીચે પડી જતા નથી, એક પડખે સુવે તો ઉપરના પડખાનાં હાડકાં નીચે ઢગલો થઈ જતાં નથી. તે સ્થિર નામકર્મ છે.
જે કર્મના ઉદયથી નાભિની ઉપરના અવયવો શુભ પ્રાપ્ત થાય તે શુભનામકર્મ. કારણ કે હાથ-મસ્તકનો બીજાને સ્પર્શ થાય તો સામનો માણસ આનંદિત થાય છે. કોઈના પણ માથા ઉપર, પીઠ ઉપર હાથ મૂકવામાં આવે તો તે રાજી થશે, પણ પગ મુકવામાં આવે તો રાજી થશે નહીં, માટે ઉપરના અવયવો જે શુભ છે તે શુભ નામકર્મનો ઉદય છે.
જે કર્મના ઉદયથી આ જીવ બીજાનો ઉપકાર ન કરવા છતાં બીજાને વહાલો લાગે, લોકો વ્હાલ વરસાવે, ઓછું કામ કરવા છતાં લોકોની પ્રસન્નતા વધે, લોકોનો પ્રેમ વધે તે સૌભાગ્યનામકર્મ.
કોઈ કોઈ વખત પુણ્યશાલી જીવ સૌભાગ્યાદિ શુભનામકર્મના ઉદયવાળો હોય છતાં સામેના જીવમાં રહેલા તીવ્ર એવા મિથ્યાત્વ-રાગઅને દ્વેષ આદિ મોહનીય કર્મના ઉદયને લીધે તેવા જીવોને પુણ્યશાલી જીવ ઉપર પણ અપ્રીતિ-નાખુશીભાવ થાય છે. પરંતુ તે દોષ તે જીવોનો જાણવો. જેમ સૂર્ય પ્રકાશ કરે ત્યારે ઘુવડ ન જોઈ શકે તે ઘુવડનો દોષ છે. જેમ વરસાદ વરસે ત્યારે જવાસો વનસ્પતિ સૂકાય તે જવાસાનો દોષ છે. તેમ તીર્થંકર પરમાત્મા જેવા મહાસૌભાગ્યવાળા જીવો પણ અભવ્યાદિ જીવોને ખટકે છે તે દોષ તે અભવ્યાદિ જીવોનો સમજવો. ૫૦.
હવે સુસ્વર-આદેય અને યશના અર્થ કહીને સ્થાવરદશક જણાવે છે.
सुसरा महुरसुहझुणी, आइज्जा सव्वलोअगिज्झवओ। जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ॥५१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org