________________
કર્મવિપાક
૧૫
અને બીજા માંસ-મદિરા આદિ ભરવાના તુચ્છ કાર્યોમાં વપરાય. તેવી રીતે આ ગોત્રકર્મ આ જીવને સંસ્કારી અને અસંસ્કારી ઘરોમાં જન્મ અપાવે છે.
(૮) આ આત્માને દાનાદિ કરતાં રોકે-વિઘ કરે એવા સ્વભાવવાળું જે કર્મ તે અંતરાયકર્મ કહેવાય છે. આ કર્મ રાજાના ભંડારી તુલ્ય છે. રાજાની દાનાદિ આપવાની ઈચ્છા હોવા છતાં પણ ભંડારી જે પ્રતિકૂળ હોય તો રાજાને “આમ આપ્યા જ કરશો તો તમારા ભંડારો ખુટી જશે.” ઈત્યાદિ સમજાવી દાનાદિ આપવામાં અંતરાય ઉભો કરે છે. તેમ આ કર્મ જીવને દાનાદિ ગુણોમાં વિઘ્નકર્તા છે.
આ પ્રમાણે મૂળ આઠ કર્મો છે તેના ૧૫૮ ઉત્તરભેદો છે. જ્ઞાનાવરણીયના ૫ આયુષ્યકર્મના ૪ દર્શનાવરણીયના ૯ | નામકર્મના ૧૦૩ વેદનીયકર્મના ૨ | ગોત્રકર્મના ૨ મોહનીયકર્મના ૨૮ | અંતરાયકર્મના ૫
+ ૧૧૪ = ૧૫૮ પ્રશ્ન- આ આઠ કર્મોને પ્રથમ જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય ઈત્યાદિ ક્રમે ગોઠવવામાં કેમ આવ્યાં છે ? શું તેમાં કંઈ કારણ છે ? તે કર્મોના આવા ઉપન્યાસ (ગોઠવણ-રચનાના) ક્રમનું શું કારણ છે?
ઉત્તર- હા, આવા પ્રકારનો ઉપન્યાસ કરવામાં આવા પ્રકારનું કારણ છે. આત્મામાં અનંત ગુણો છે. પરંતુ તે અનંતગુણોમાં જ્ઞાન અને દર્શન આ બે ગુણો સૌથી વધુ મુખ્ય ગુણો છે. કારણકે આ આત્મા જ્ઞાનદર્શન વડે જ પ્રથમ વસ્તુને યથાર્થપણે જાણી શકે છે. જાણ્યા વિના યથાર્થ પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. આ રીતે જ્ઞાન-દર્શન આ બે ગુણો મુખ્ય હોવાથી તેને આવરણ કરનારાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મ શેષકર્મોથી પ્રથમ કહ્યાં છે.
૪૪
[.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org