________________
પ્રથમ કર્મગ્રંથ પ્રશ્ન- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ શેષકર્મો કરતાં ભલે પહેલાં કહ્યાં, પરંતુ તે બન્નેમાં જ્ઞાનાવરણીયકર્મ પહેલું અને દર્શનાવરણીયકર્મ બીજું. એમ શા માટે કહ્યું? છદ્મસ્થ જીવોને જ્ઞાનની ઉત્પત્તિમાં તો પ્રથમ સામાન્ય બોધ થાય છે પછી જ વિશેષ બોધ થાય છે. આ ઉલટો ક્રમ શા માટે ?
૧૬
ઉત્તર- વાત સાચી છે કે દર્શન (સામાન્ય બોધ) પહેલો થાય છે પરંતુ ‘“આ કંઈક છે” આવા પ્રકારનો થયેલો સામાન્ય બોધ ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર અને અનિષ્ટકાર્યથી નિવૃત્તિ કરાવનાર નથી. જ્યાં સુધી વિશેષ બોધ થતો નથી ત્યાં સુધી ઈષ્ટાનિષ્ટ અને હિતાહિતમાં પ્રવૃત્તિનિવૃત્તિ થતી નથી. આ પ્રવૃત્તિ-નિવૃત્તિ જ્ઞાનગુણથી જ થાય છે, તેથી તે બે ગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે અને તેની અપેક્ષાએ દર્શનગુણ ગૌણ છે, તેથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ઉપન્યાસ આ પ્રમાણે કર્યો છે.
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મો ઉદયમાં આવે ત્યારે આ આત્મા આંધળો-બહેરો-બોબડો-બુદ્ધિહીન થવાથી દુઃખી થાય છે અને તે કર્મોની મંદતા (ક્ષયોપશમ) હોતે છતે સુખી થાય છે. માટે દુઃખ અને સુખને આપનારું ત્રીજું વેદનીયકર્મ તે બે કર્મો પછી ગોઠવ્યું છે.
વેદનીયકર્મના ઉદયથી થયેલ સુખકાળે આ જીવને રાગ થાય છે અને દુ:ખકાળે દ્વેષ થાય છે. અર્થાત્ રાગ-દ્વેષ, હર્ષ-શોક, આનંદ અને ઉદાસીનતા પ્રગટે છે. આ બધા મોહના પ્રકાર છે. તેથી વેદનીયકર્મ પછી મોહનીયકર્મનો ક્રમ લીધો છે.
મોહનીયકર્મને આધીન થયેલો આત્મા રાગાદિની પરવશતાને લીધે નરક-તિર્યંચ આદિનાં આયુષ્યો બાંધે છે અને અસાર એવા આ સંસારમાં રખડે છે માટે મોહનીય પછી આયુષ્યકર્મ કહ્યું છે.
"
આયુષ્યકર્મ જેવું ઉદયમાં આવે છે તેવું જ નામકર્મ ઉદયમાં આવે છે. જો આ આત્મા નરકના આયુષ્યના ઉદયવાળો થાય તો નરકગતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org