________________
૧૪.
પ્રથમ કર્મગ્રંથ
સુખ થાય અને પછી વિવેક ચૂકી જતાં જ્યારે ધારથી જીભ છેદાય ત્યારે દુઃખ થાય, તે રીતે જે કર્મ આ આત્માને પ્રથમ સુખ આપે પછી દુઃખ આપે, આવા સ્વભાવવાળું જે કર્મ તે વેદનીયકર્મ કહેવાય છે. - (૪) જે કર્મમાં એવો સ્વભાવ પ્રાપ્ત થાય કે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આત્માને અવિવેકી બનાવે, મોહ પમાડે, અકર્તવ્યો કરાવે તે મોહનીયકર્મ કહેવાય છે. આ કર્મ મદિરા જેવું છે. મદિરા જેમ મનુષ્યને વિવેકહીન બનાવે છે. તેમ મોહનીયકર્મ આત્માને વિવેકરહિત બનાવે છે. ગમે તેવા તુચ્છ પદાર્થો ઉપર પ્રીતિ કરાવે છે અને વારંવાર ફ્લેશ-કંકાશકડવાશ ઉત્પન્ન કરે છે.
(૫) જે કર્મમાં આ આત્મા એવો સ્વભાવ ઉત્પન્ન કરે છે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આ આત્માને તે તે ભવોમાં જીવાડે છે. તે તે ભવોમાં પકડી રાખે છે. દુઃખાદિના કારણે મરવાની ઈચ્છા થાય તો પણ રોકી રાખે છે તે આયુષ્યકર્મ કહેવાય છે. આ કર્મ પગમાં નખાયેલી બેડી તુલ્ય છે. જેમ પગમાં નખાયેલી બેડીવાળો મનુષ્ય તેની નિયતમુદત પહેલાં તેમાંથી નીકળી શકતો નથી. તેવી જ રીતે આયુષ્યકર્મના ઉદયવાળો જીવ તે તે ભવમાંથી આયુષ્ય પૂર્ણ થયા પહેલાં નીકળી શકતો નથી.
(૬) જે કર્મ આ આત્માને શરીર-ઈન્દ્રિય-શરીરની રચના-રૂપરંગ ઈત્યાદિ આપવાના સ્વભાવવાળું હોય તે નામકર્મ કહેવાય છે. આ કર્મ ચિતારા જેવું છે. જેમ ચિતારો રંગ-બેરંગી ચિત્રો ચિતરે છે તેમ આ નામકર્મ શરીરે શરીરે ભિન્ન ભિન્ન રચના કરે છે. કોઈનું મુખ પ્રાયઃ કોઈની સાથે મળતું ન આવે તેવી રચના કરે છે.
(૭) જે કર્મ આ આત્માને સારા-નસારા કુળોમાં જન્માવે, ઉત્તમ સંસ્કારી કે તુચ્છ-બિનસંસ્કારી કુળોમાં જન્મ અપાવે તે ગોત્રકર્મ કહેવાય છે. આ કર્મ કુંભાર જેવું છે. જેમ કુંભાર બે જાતના ઘડા આદિ વાસણો બનાવે છે. એક કુંભસ્થાપન-લગ્નની ચૉરી આદિ સારા કાર્યોમાં વપરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org