________________
કર્મવિપાક
૧૩
આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ તે વિશેષ ધર્મ કહેવાય છે. વસ્તુના ધર્મો બે પ્રકારના હોવાથી તે ધર્મોને જાણવાની આત્માની શક્તિ પણ બે પ્રકારની કહેવાય છે. સામાન્યધર્મને જાણવાની આત્માની જે શક્તિ તે દર્શન અને વિશેષધર્મને જાણવાની આત્માની જે શક્તિ તે જ્ઞાન કહેવાય છે. વસ્તુમાં રહેલા ધર્મોની દ્વિવિધતાને લીધે તેને જાણવાની આત્માની શક્તિ પણ દ્વિવિધ છે. એટલે આત્મામાં દર્શનશકિત પણ છે અને જ્ઞાનશક્તિ પણ છે.
(૧) આત્મા જ્યારે કર્મ બાંધે છે ત્યારે જે કર્મમાં આત્મા એવું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. અર્થાત એવો સ્વભાવ પ્રગટ કરે છે કે તે કર્મ
જ્યારે ઉદયમાં આવે ત્યારે આત્મામાં રહેલી વિશેષધર્મને જાણવાની જ્ઞાનશક્તિને તે કર્મ આવૃત કરે, તેવા પ્રકારના જ્ઞાનને આવૃત કરવાના સ્વભાવવાળા કર્મને જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. જે કર્મ આંખના આડા પાટા જેવું છે. જેમ આંખની આડા પાટાથી માણસ જોઈ શકતો નથી. તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવ વસ્તુના વિશેષ ધર્મને જાણી શકતો
નથી.
(૨) જે કર્મમાં આત્મા બાંધતી વખતે એવો સ્વભાવ ઉત્પન્ન કરે કે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આત્મામાં રહેલી વસ્તુના સામાન્યધર્મને જાણવાની દર્શનશક્તિને આવૃત કરે તે દર્શનાવરણીયકર્મ કહેવાય છે. તે કર્મ દ્વારપાલ (ચોકીદાર) જેવું છે. જેમ દ્વારપાલ બહારથી રાજાને જોવા આવનાર વ્યક્તિને રોકે તો મકાનની અંદરના રાજાને તે બહારના માણસો જોઈ ન શકે, તેવી જ રીતે દર્શનાવરણીયકર્મના ઉદયથી આત્મા સામાન્યધર્મને જાણી શકતો નથી.
(૩) જે કર્મમાં એવો સ્વભાવ પ્રાપ્ત થાય કે તે કર્મ ઉદયમાં આવ્યું છતું આત્માને સુખ અથવા દુઃખનો અનુભવ કરાવે, આવા સ્વભાવવાળું જે કર્મ તે વેદનીયકર્મ કહેવાય છે. તે કર્મ મધથી લેપાયેલી તલવારની ધાર જેવું છે. જેમ આવી તલવાર ચાટતાં જ્યાં સુધી મધ હોય ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org