________________
કર્મવિપાક
૧૮૫
(૪) વ્રતપાલન = અણુવ્રતાદિ, મહાવ્રતાદિ તથા ઉત્તમ નિયમોનું પાલન કરવું. (૫) યોગ = આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ, વિનય-સ્વાધ્યાય આદિ, તેનું વારંવાર સેવન કરવું. સાધુ સામાચારીનું સારી રીતે પાલન કરવું અથવા મન-વચન-કાયાને અશુભ માર્ગથી રોકીને શુભમાર્ગમાં જોડવાં. (૬) કષાયવિજય = ચારે કષાયોના જ્યારે જ્યારે પ્રસંગો આવે ત્યારે ત્યારે તેનો વિજય મેળવવો, ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ ધારણ કરીને કષાયોને જીતવા. (૭) દાનયુક્તતા = પોતાની શક્તિને અનુસારે પોતાની છતી વસ્તુ પારકાના ઉપકાર માટે તજવી, અન્યને દાન આપવું. (૮) દૂઢધર્મ = ધર્મ કરતાં કરતાં આપત્તિઓ આવે તો પણ ધર્મનું આચરણ મુકવું નહીં, ધર્મના કાર્યોમાં દઢ રહેવું. સ્થિર રહેવું. (૯) માઃિ = આદિ શબ્દથી જિનેશ્વર પ્રભુની પૂજા કરવી, વૃદ્ધ વડીલોની વૈયાવચ્ચ કરવી. પરોપકાર કરવો.
ઉપરોક્ત શુભ આચરણથી આ જીવ સાતા વેદનીય કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત આચરણ કરનારો જીવ અસાતાવેદનીય કર્મ બાંધે છે. (૧) ગુરુનું અપમાન, તિરસ્કાર કરનાર, (૨) ક્રોધ કરનાર, (૩) નિર્દયપણે વર્તનાર, (૪) વ્રતો રહિત અથવા વ્રતોથી ભ્રષ્ટ, (૫) શુભ સામાચારી રૂપ યોગને નહીં સેવનાર, (૬) કષાયોને પરવશ, (૭) કૃપણલોભી-કંજૂસ, (૮) ધર્મકાર્યમાં અસ્થિર-ચંચળ, ઈત્યાદિ અશુભ આચરણવાળો જીવ અસાતાવેદનીયકર્મ બાંધે છે.
તથા પોતાને, પરને અને ઉભયને દુઃખ-શોક-તાપ-આક્રંદન, વધઅને પરાભવ આદિ કરનારો જીવ પણ અસતાવેદનીય કર્મ બાંધે છે. ૫૫.
* જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org