________________
૧૮૪
પ્રથમ કર્મગ્રંથ
(હ-વિત-ક્ષતિ-વરુણ, વ્રત-યો-ઋષાવિનય--રાયુતઃ | दृढधर्मादिरर्जयति, सातमसातं विपर्ययतः)
શબ્દાર્થ :- ગુરુમત્તિ = ગુરુ પ્રત્યે ભક્તિ, વંતિ = ક્ષમા, વરુણT = કરુણા-દયા, વય-નોન = વ્રતનું પાલન, યોગદશાનું પાલન, સાવિનય = કષાયોનો વિજય, તાળનુ = દાન ગુણથી યુક્ત, રૂઢયા = ધર્મના કાર્યોમાં દૃઢતાવાળો, અ7 = બાંધે છે, સાથે = સાતા વેદનીય, સાચું = અસાતા વેદનીય, વિવMયો = તેનાથી વિપરીત આચરણ કરવાથી.
ગાથાર્થ :- ગુરુની ભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતપાલન, યોગપાલન, કષાયવિજય, દાનગુણ અને ધર્મકાર્યમાં દૃઢતા, ઈત્યાદિ શુભાચારથી આ જીવ સાતા વેદનીયકર્મ બાંધે છે અને તેનાથી વિપરીત આચરણ કરવાથી આ જીવ અસાતા વેદનીય કર્મ બાંધે છે. પપ.
વિવેચન :- સાતવેદનીય એ પુણ્યપ્રકૃતિ છે. મન-વચન અને કાયાના શુભયોગો સાતાવેદનીય કર્મના આશ્રવ છે. ધર્માભિમુખ, વિનયાદિ ગુણસંપન્ન જે યોગ તે શુભયોગ કહેવાય છે. નીચે જણાવાતા શુભ આચારો સેવતાં સેવતાં જીવ સાતવેદનીય કર્મ બાંધે છે. (૧) ગુરુભક્તિ = જન્મ આપનાર માતા, પિતા, સ્કુલ તથા પાઠશાળાનું શિક્ષણ ભણાવનાર વિદ્યાગુરુ, ધર્મનો ઉપદેશ આપનાર ધર્મગુરુ તથા વડીલ એવો સર્વ પૂજનીય વર્ગ તે ગુરુ કહેવાય છે. તેઓની ભક્તિ કરવી, એટલે મનથી તેઓ પ્રત્યે હાર્દિક સદ્ભાવ-બહુમાન-અહોભાવ, અને પૂજ્યભાવ રાખવો, વચનથી તેમની ગુણપ્રશંસા, ઉપકાર ગાવો, અને કાયાથી શરીરસેવા કરવી, આહારાદિ આપવાં. એમ ગુરુઓની સેવાભક્તિ-શુશ્રુષા કરવી. (૨) ક્ષમા = ક્રોધના પ્રસંગો આવે છતાં ક્રોધ ન કરવો, ગળી જવું, સમતા રાખવી, ગુસ્સો-આવેશ-કે દ્વેષ ન કરવો. (૩) કરુણા = દયા રાખવી, સર્વે દુઃખી જીવો ઉપર લાગણી-દયા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org