SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૨ ૩ અવધિજ્ઞાન જેમ ક્ષયોપશમ ભાવવાળું છે. તેમ મન:પર્યવજ્ઞાન પણ ક્ષયોપશમભાવવાળું જ છે. અને બન્ને પ્રત્યક્ષપ્રમાણ હોવાથી પ્રમાણની અપેક્ષાએ પણ સમાન છે. માટે અવધિ પછી મન:પર્યવ કહેલ છે. (૬) મન:પર્યવ અને કેવલજ્ઞાનની વચ્ચે યતિસાધમ્ય, સર્વોત્તમતા અને અન્તિમપ્રાપ્તિતા હોવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહેલ છે. મન:પર્યવજ્ઞાન પણ યતિને જ થાય છે. તેમ કેવળજ્ઞાન પણ ભાવમુનિને જ થાય છે. કેવળજ્ઞાન સર્વોત્તમ છે અને કેવળજ્ઞાન સૈથી અન્ને પ્રગટ થાય છે. તે કારણથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહેલ છે. આ પ્રમાણે સંક્ષેપમાં પાંચ જ્ઞાનનો ઉપન્યાસક્રમ જાણવો. હવે તે પાંચ જ્ઞાનોમાંથી પ્રથમ મતિજ્ઞાનનું વર્ણન શરૂ કરીએ. મતિજ્ઞાન બે પ્રકારનું છે. (૧) શ્રુતનિશ્રિત અને (૨) અશ્રુતનિશ્રિત. બન્નેનાં ચાર-ચાર ભેદો છે. શ્રુતનિશ્રિતના (૧) અવગ્રહ,- (૨) ઇહા, (૩) અપાય અને (૪) ધારણા એમ ૪ ભેદો છે અને અશ્રુતનિશ્રિતના (૧) ઔત્પાતિકી, (૨) વૈનાયિકી, (૩) કાર્મિકી અને (૪) પારિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ એ જ ચાર ભેદો છે. કૃતનિશ્રિતનો પ્રથમભેદ જે અવગ્રહ છે તેના બે પેટાભેદો છે (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. મતિજ્ઞાન શ્રુતનિશ્રિત અશ્રુતનિશ્રિત. અવગ્રહ ઈહા અપાય ધારણા વ્યંજના- અર્થાવગ્રહ-૪, વગ્રહ-૬ ઔત્પાતિકી વૈયિકી કાર્મિકી પારિણામિકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy