________________
૨૨
પ્રથમ કર્મગ્રંથ
(૩) મતિ અને શ્રુતની વચ્ચે (૧) સ્વામી, (૨) કાલ, (૩) કારણ, (૪) વિષય અને (૫) પરોક્ષત્વ એ પાંચ બાબતની સમાનતા છે માટે તે બન્ને પાસે પાસે કહ્યાં છે, જે મતિજ્ઞાનના સ્વામી, તે જ શ્રુતજ્ઞાનના સ્વામી છે. એકથી બાર ગુણઠાણાવાળા સર્વે જીવો મતિ-શ્રુત ઉભયના સ્વામી છે. જે સમયે આ જીવ સમ્યક્ત્વ પામે અને સમ્યક્ત્વના કારણે જે કાળે મતિ અજ્ઞાનમાંથી મતિજ્ઞાન પાત્ર થાય તે જ કાળે શ્રુતઅજ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. મતિજ્ઞાનનું કારણ પાંચ ઈન્દ્રિયો અને મન છે. શ્રુતજ્ઞાનનું કારણ પણ તે જ છે. મતિ જ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને અસર્વપર્યાયો છે તે જ વિષય શ્રુતજ્ઞાનનો પણ છે. મતિજ્ઞાન જેમ પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. આ પ્રમાણે બન્નેની સમાનતા હોવાથી બન્ને જ્ઞાનો પાસે પાસે કહેલ છે.
(૪) મતિ-શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનનું કાળ, વિપર્યય, સ્વામી અને લાભનું સાધર્મ હોવાથી તે બે પછી ત્રીજું અવધિજ્ઞાન કહેલ છે. સમ્યગ્દષ્ટિપણામાં મતિ-શ્રુત જેમ ૬૬ સાગરોપમ કાળ સુધી હોય છે તેમ અવધિજ્ઞાન પણ ૬૬ સાગરોપમ સુધી ઉત્કૃષ્ટથી ટકી શકે છે, તે કાળ સાધર્મ. મિથ્યાત્વે જતાં મતિ-શ્રુત જેમ વિપર્યયપણાને પામે છે તેમ અવિધ પણ વિપર્યયપણાને પામે છે તે વિપર્યયસાધર્મ્સ, મતિ શ્રુત જેમ ચારે ગતિમાં થાય છે તેમ અવધિજ્ઞાન પણ ચારેગતિમાં થાય છે તે સ્વામીસાધર્મ અને મિથ્યાત્વાવસ્થામાંથી સમ્યક્ત્વ અવસ્થા પામતાં જેમ મતિ- શ્રુત અજ્ઞાનમાંથી મતિ-શ્રુતજ્ઞાનનો લાભ થાય છે તેમ અવધિઅજ્ઞાનમાંથી અવધિજ્ઞાનનો પણ લાભ થાય છે તે લાભસાધર્મ જાણવું.
(૫) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની વચ્ચે છદ્મસ્થતા, વિષય, ભાવ, અને પ્રત્યક્ષતા એમ ચાર પ્રકારની સદૃશતા હોવાથી અવધિજ્ઞાનની પછી મન:પર્યવજ્ઞાન કહેલ છે. અવધિજ્ઞાન જેમ છદ્મસ્થને થાય છે તેમ મન:પર્યવ પણ છદ્મસ્થને જ થાય છે. અવધિજ્ઞાનનો વિષય જેમ રૂપીદ્રવ્ય છે તેમ મન:પર્યવનો વિષય પણ (મનોવર્ગણા રૂપ) રૂપી દ્રવ્ય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org