________________
૨૪
પ્રથમ કર્મગ્રંથ
હવે આ બધા ભેદ-પ્રતિભેદોના અર્થ વિચારીએ
ઇન્દ્રિયો અને મન દ્વારા જે વિષયોનું જ્ઞાન પહેલાં કરેલું હોય, ગુરુ આદિ પાસે સાંભળેલું હોય, લોકમુખે બોલાતા પદાર્થો વારંવાર સાભળવા દ્વારા જ્ઞાન મેળવેલું હોય, પરંતુ વર્તમાનકાલે તે વિષય જાણવામાં
જ્યારે પ્રવર્તે ત્યારે તે ભૂતકાલીન અનુભવના આલંબન વિના જ પૂર્વના સંસ્કારથી સહજ રીતે જે જ્ઞાન થતું હોય તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અર્થાત પૂર્વે શ્રુતનો સંસ્કાર પામેલું, પરંતુ વર્તમાનમાં શ્રુતને અનુસર્યા વગર જે મતિજ્ઞાન થાય તે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે. જેમકે કોઈ બાળકે સૌ પ્રથમ એક ઘટ જોયો, પરંતુ આ ઘટને શું કહેવાય? તે આ બાળકને ખબર નથી, તેથી તેણે અનુભવીને પૂછ્યું “આ શું કહેવાય ?” અનુભવીએ ઉત્તર આપ્યો કે “આ ઘટ કહેવાય” ત્યાર બાદ બે ચાર વાર ઘડાને જોઈને એ બાળક અનુભવીનું વચન યાદ કરે છે કે “આ ઘડો છે” તે શ્રુતજ્ઞાન છે પરંતુ ત્યારબાદ કાળાંતરે આ બાળકે ફરીથી ઘટ જોયો, તે વખતે “આવા આવા આકારવાળા પદાર્થને ઘટ કહેવાય” એવો વિચાર મનમાં લાવ્યા વિના, ભૂતકાળના તે અનુભવનુ આલંબન લીધા વિના પૂર્વના સંકેતના સંસ્કારમાત્રના બળથી “આ ઘટ છે” એવું જે જ્ઞાન થાય છે તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અને જે પહેલાં કદાપિ સાંભળ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી અને આપમેળેપોતાની બુદ્ધિ-પ્રજ્ઞાના આધારે જે વસ્તુ સમજાય તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. જેમકે અભયકુમાર અને બીરબલની બુદ્ધિ.
પ્રથમ શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૪ ભેદ છે.
ઇન્દ્રિયો અને મનની સાથે જાણવા લાયક વિષયનો સન્નિકર્ષ થવા દ્વારા, અથવા સન્નિકર્ષ થયા વિના “આ કંઈક છે” એવું તદ્દન અસ્પષ્ટ સામાન્યપણે જાણવું તે અવગ્રહ. તેના બે ભેદો છે. ઇન્દ્રિય અને વિષયનો સન્નિકર્ષ થાય તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. અને “આ કંઈક છે” એવો અર્થબોધ જે થાય છે તે અર્થાવગ્રહ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org