________________
કર્મવિપાક
૧૪૩
તથા તે ત્રણે હાડકાંને ભેદનાર ખીલાના આકારવાળું હાડકું આરપાર ગયેલું હોય, આવી હાડકાંની મજબૂતાઈ તે વજ88ષભનારાચ સંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે વજઋષભનારાચ સંઘયણનામકર્મ. (૨) પૂર્વે કહેલી તમામ વ્યવસ્થા હોય પરંતુ માત્ર વજઃખીલાના આકારવાળું ત્રણને ભેદનારું હાડકું ન હોય. પાટો અને મર્કટબંધ એ બે જ હોય, તે ઋષભનારાચ સંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે ઋષભનારાચ સંઘયણનામકર્મ. (૩) જ્યાં માત્ર બન્ને હાડકાં મર્કટબંધથી જ બંધાયેલાં હોય, પરંતુ હાડકાંનો પાટો કે ખીલી આકારવાળું હાડકું જ્યાં ન હોય તેવા આકારવાળી હાડકાંની જે રચના તે નારાચસંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે નારાચસંઘયણનામકર્મ. (૪) જ્યાં બે હાડકાંની વચ્ચે એક બાજુ મર્કટબંધ હોય, પરંતુ બીજી બાજુ મર્કટબંધ ન હોય, બન્ને હાડકાં સ્વતંત્ર માત્ર હોય તેવી મજબૂતાઈવાળી જે હાડની રચના તે અર્ધનારાચ સંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે અર્ધનારાચસંઘયણ નામકર્મ. (૫) જ્યાં બે હાડકાંની વચ્ચે મર્કટબંધ ન હોય, પાટો પણ ન હોય, માત્ર સાંડસીની જેમ ખીલી જ મારેલી હોય, બે હાડકાંની વચ્ચે ખીલાના આકારવાળું હાડકું માત્ર હોય તે કીલિકાસંઘયણ. તેને અપાવનારૂં જે કર્મ તે કીલિકાસંઘયણ નામકર્મ. (૬) જ્યાં મર્કટબંધ-પાટો-કે ખીલાના આકારનાં કોઈ હાડકાં આરપાર નથી-માત્ર બે હાડકાંના છેડા અડીને જ જેમાં રહેલા છે. સહેજ ધક્કો માત્ર લાગતાં ખસી જાય છે તે છેવટું-સેવાર્ત-છેદસ્કૃષ્ટ સંઘયણ કહેવાય છે. છેદ = છેડા, પૃષ્ટ = અડેલા, જ્યાં છેડા માત્ર અડેલા છે તેથી છેદસ્પષ્ટ નામ પડેલ છે. તેના ઉપરથી જ અપભ્રંશ થઈને છેવટ્ઝ શબ્દ બનેલ છે. તથા સ્નિગ્ધ પદાર્થના ભોજનની અને તૈલાદિના સેવાની અપેક્ષાથી વ્યાપ્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org