________________
કર્મવિપાક
૨ ૫૩
મુંબઈમાં રહેલ વ્યકિત માટે દુનિયાના જુદા જુદા સ્થળે જુદી જુદી વસ્તુઓ બને છે. આ વસ્તુઓ તેને ભોગવનાર તે વ્યકિતના ભાગ્યને અનુસરીને સારી કે નરસી બને છે માટે તે તે વસ્તુ બનવામાં તે વસ્તુને ભોગવનાર વ્યક્તિનું ભાગ્ય પણ ભાગ ભજવી રહ્યું હોવાથી કારણભૂત છે.
નૈયાયિકના મતે કાર્ય અને કારણ સમાનાધિકરણ જ જોઈએ. એટલે જયાં તે તે વસ્તુ ઉત્પન્ન થઈ રહી હોય ત્યાં તે તે વ્યક્તિનું ભાગ્ય હાજર હોવું જોઇએ.
તૈયાયિકના મતે ભાગ્ય (અદૃષ્ટ) એ આત્માનો ગુણ છે, ને ગુણ ગુણવાનને છોડીને અન્યત્ર રહેતો નથી. તેથી તે તે વ્યક્તિના ભાગ્યના આધારરૂપે એનો આત્મા 'પણ ત્યાં સર્વત્ર રહ્યો હોવો જોઇએ. તેથી આત્મા સર્વત્ર રહ્યો હોવાથી વિભુ છે.
પણ જૈનદર્શન આત્માને વિભુ માનતું નથી. સામાન્ય રીતે કાર્ય કારણને સમાનાધિકરણ (=જયાં કારણ હોય ત્યાં જ કાર્ય થાય એવું) હોવા છતાં, અમુક કારણ એવી વિશિષ્ટતા ધરાવતું હોય છે કે પોતે અન્યત્ર રહેવા છતાં અન્ય પ્રદેશોમાં પણ કાર્ય કરી શકે છે. જેમ કે લોહચુંબક દૂર રહેલા લોખંડને પણ આકર્ષે છે.
કર્મ પણ એવું કારણ છે જે અન્ય દેશોમાં કાર્ય કરી શકે છે-એટલે મુંબઈમાં રહેતી વ્યકિતનું ભાગ્ય પણ એના શરીરસ્થ આત્મા પર રહ્યું હોવા છતાં, દુનિયાના વિવિધ સ્થળોએ બની રહેલી વસ્તુઓ સારી-નરસી બનવામાં ભાગ ભજવી જ શકે છે. આમ, કર્મ અન્ય પ્રદેશમાં કાર્ય કરી શકે છે એમ માનવામાં કશો વાંધો નથી. જેમ કર્મમાં અન્ય દેશસ્થ કાર્ય કરવાનું સામર્થ્ય છે, તેમ અન્ય કાળમાં કાર્ય કરી શકવાનું સામર્થ્ય પણ માની શકાય છે. આવું માનવામાં કેટલાંક કારણો પણ છે.
દીર્ધકાળ સુધી શાસન ચલાવનાર રાજનેતા એ શાસનના કારણે ઘણો લોકપ્રિયનામનાવાળો બન્યો હોય. પણ એ શાસન ચલાવવા કંઈક કાવાદાવા-ખટપટ-હત્યાઓ વગેરે બધું જ કર્યું-કરાવ્યું હોવાના કારણે મૃત્યુ બાદ નરકમાં જાય છતાં અહીં માનવલોકમાં તો એની બોલબાલા, એના નામનો જયજયકાર, ઠેર ઠેર પ્રતિમાઓ, એના નામ પર બીજાઓ ચૂંટણી જીતી જાય.... વગેરે જોવા મળે છે. આ બધું સૌભાગ્ય વગેરે નામકર્મોનો પ્રભાવ છે. પણ અત્યારે તો એ વ્યક્તિ નરકમાં હોવાથી દુર્ભગ વગેરે નામકર્મોનો ઉદય ચાલી રહ્યો છે. તો વર્તમાન સૌભાગ્યાદિની પાછળ કયું કર્મ ભાગ ભજવે છે? આનો જવાબ એ જ હોઈ શકે કે જયારે એ વ્યક્તિનું શાસન ચાલતું હતું ત્યારે ઉદયમાં આવેલું સૌભાગ્ય વગેરે નામકર્મ જ અત્યારે પણ પોતાની અસર દેખાડી રહ્યું છે.
શ્રી પાર્થપ્રભુનાં તીર્થો, મંદિરો, પ્રતિમાજીઓ, ઉપાસના વગેરે આજે પણ ઘણું ઘણું દેખાય છે. પ્રભુ તો મોક્ષમાં બિરાજમાન છે જ્યાં કોઈ કર્મ નથી. તો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org