________________
૨૫૬
પ્રથમ કર્મગ્રંથ
પ્રકારના ઔદારિક સ્કંધો જ ઉપયોગી હોય છે. એમાં પણ તે તે જીવના શરીર માટે પણ આંખ માટેના પુગલો જુદા પ્રકારના. ને કાન માટેના જુદા પ્રકારના... આમ અન્યાન્ય અવયવો માટે જાણવું. આવશ્યક ચોક્કસ પ્રકારના જ ઔદારિક પુદ્ગલો ગૃહીત થવા એ કાર્ય પણ કાં તો શરીર નામકર્મ કરતું હશે યા અંગોપાંગ નામકર્મ કે સંઘાતન નામકર્મ કરતું હશે. આ ચોકકસ પ્રકારનાં પુદ્ગલો પણ તે તે આકાશપ્રદેશમાં જેટલાં હોય એ બધાંને જીવ ગ્રહણ કરી લેતો નથી, પણ અમુક ચોક્કસ પ્રમાણમાં જ ગ્રહણ કરે છે. એનું પ્રમાણ નિશ્ચિત કરવાનું કામ સંઘાતન નામકર્મ કરે છે. અંગોપાંગ વગેરે દરેક કર્મોનો ઉદય સર્વાત્મ પ્રદેશોએ હોય છે. તેમજ તે તે આત્મપ્રદેશો જે જે આકાશ પ્રદેશોમાં રહ્યા હોય છે એ દરેક આકાશપ્રદેશોમાં દરેક પુદ્ગલો પણ હોય છે જ. તેથી, પગના સ્થાને પણ આંખ પ્રાયોગ્ય કર્મોદય પણ છે ને આંખ પ્રાયોગ્ય પુદ્ગલો પણ છે જ. છતાં પગના સ્થાને પગ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થઈ પગ બને છે, આંખ નહીં, ને એમ આંખના સ્થાને આંખ જ બને છે, પગ નહીં... આ બધું નિયત્રણ નિર્માણ નામકર્મ કરે છે. યથાયોગ્ય સ્થાને અવયવોને જોડવાનું નિર્માણ નામકર્મનું જે કાર્ય કહેવાય છે એ આવું સમજવું. બાકી હાથ-પગ વગેરે તૈયાર થઈને પછી યોગ્ય સ્થાને જોડાય છે આવું કયારેય બનતું નથી. આ રીતે અનેક કર્મોથી નિયત્રિત થઇને, તે તે સ્થાને, તે તે પ્રકારના ને તે તે પ્રમાણમાં ગૃહીત થયેલાં પુદ્ગલોમાંથી અંગોપાંગ નામકર્મ તે તે અંગ-ઉપાંગાદિ બનાવવાનું કાર્ય કરે છે. આવું વિચારતાં સંભવિત લાગે છે.
અથવા ખોરાકનું પાચન થઇને જે સાત થતુઓ બને છે એમાંથી શરીરના તે તે ભાગમાં યોગ્ય પગલો પહોંચી ઇન્દ્રિય વગેરે તે તે અવયવો બને છે, તેમજ તે તે અવયવો વ્યવસ્થિત રીતે કાર્યરત રહે તે માટે યોગ્ય પ્રમાણમાં લોહીભ્રમણ વગેરે આવશ્યક હોય છે. કોઇક અવયવમાં કોઇક તત્ત્વની કચાશ થવાના કારણે તકલીફ ઊભી થાય ત્યારે એ તત્ત્વની પૂર્તિ કરવા માટે ડાકટરે આપેલી ગોળી પેટમાં જાય છે ને છતાં એમાંનું તત્ત્વ આવશ્યક ભાગમાં જ પહોંચે છે, અન્યત્ર નહીં, જેમ કે કેશ્યમની ગોળીમાંથી પ્રાપ્ત થયેલું કેશ્યમ જે હાડકામાં સાંધો વગેરે કર્યા હોય ત્યાં જ મુખ્યતયા પહોંચે છે અન્ય હાડકા વગેરેમાં નહીં. આ બધું કાર્ય સંઘાતન-અંગોપાંગ નિર્માણ વગેરે નામકર્મો કરે છે. આવી બધી સંભાવના યથાયોગ્ય વિચારવી.
કર્મગ્રંથના અભ્યાસકાળે શાસ્ત્રથી પૂર્વાપર અવિરૂદ્ધપણે આવા પ્રકારની સૂક્ષ્મ ચર્ચા યથાયોગ્ય વિચારવી.
F.
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org