________________
૧૮
પ્રથમ કર્મગ્રંથ
મન અને ચક્ષુ વિના શેષ ઈન્દ્રિય ચતુષ્કના ભેદથી વ્યંજનાવગ્રહ ચાર ભેદવાળો છે. ૪.
વિવેચન - આઠ કર્મોમાં સૌથી પ્રથમ જ્ઞાનાવરણીયકર્મ કહેલું છે. તે પ્રથમ સમજાવાય છે. જ્ઞાનને ઢાંકનારું જે કર્મ તે જ્ઞાનાવરણીયકર્મ. જ્ઞાન કેટલા પ્રકારનું છે ? જ્ઞાનના કેટલા ભેદો છે તે જો સમજાયું હોય તો જ તેને આવરણ કરનારું કર્મ સમજાય. એટલા માટે જ્ઞાનાવરણીયકર્મ સમજાવવાનું હોવા છતાં પ્રથમ આવાર્ય (આવરણ કરવા યોગ્ય) એવા જ્ઞાનગુણના ભેદો-પ્રતિભેદો સમજાવે છે.
જ્ઞાનના પાંચ ભેદો છે. મતિજ્ઞાન વિગેરે, તેના અર્થો આ પ્રમાણે
(૧) મતિજ્ઞાન-પાંચ ઈન્દ્રિયો અને મનથી થનારું તે તે વિષયને જણાવનારું, જે જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે. ચક્ષુથી રૂપવિષયક, થ્રાણથી ગંધવિષયક જિલ્લાથી રસવિષયક, ત્વચાથી સ્પર્શવિષયક, શ્રોત્રથી શબ્દવિષયક અને મનથી સંકલ્પ-વિકલ્પવિષયક જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. મતિજ્ઞાનને આભિનિબોધિકજ્ઞાન પણ કહે છે. મ=સન્મુખ રહેલા પદાર્થનો નિઃનિશ્ચયાત્મકજે બોધતે આભિનિબોધ, તેના ઉપરથી સ્વાર્થમાં “ફ” (૭-૨-૧૬૯) પ્રત્યય લાગવાથી આભિનિબોધિક શબ્દ બને છે.
(૨) શ્રુતજ્ઞાન - આ જ્ઞાન પણ ઈન્દ્રિયો અને મનથી જ થાય છે. તથાપિ જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભણાવનાર-સમજાવનાર ગુરુની અને શાસ્ત્રાદિની જરૂરીયાત રહે, અર્થાત્ ગુરુ કે આગમાદિ શાસ્ત્રોના આલંબને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. જેમ કોઈ પણ પુસ્તકનું એક પાનું ચક્ષુથી વાંચી જવું તે મતિજ્ઞાન છે. પરંતુ તેમાં રહેલા હાર્દનેપરમાર્થને જાણવું તે શ્રુતજ્ઞાન છે. તે તે વાક્યોમાં રહેલો પરમાર્થ ગુરુ સમજાવનાર હોય તો જ સમજવો સરળ બને છે.
તથા શબ્દ અને અર્થની પર્યાલોચન (વિચારણા) વિનાનું જે જ્ઞાન તે મતિજ્ઞાન અને પર્યાલોચનવાળું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. જેમ કે “ઘટ-પટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org