________________
કર્મવિપાક
૧૯
શબ્દો કાનથી સાંભળ્યા છે, અને આ ઘટ-પટ શબ્દો ઘટ-પટ નામના પદાર્થના વાચક છે એમ શબ્દ અને અર્થ વચ્ચેના વાચ્યવાચક ભાવના સંબંધનું જે સ્મરણ થાય તે, આ બન્ને મતિજ્ઞાન છે. પરંતુ તેનાથી ઉપસ્થિત થયેલા પદાર્થોનો પરસ્પર અન્વય થવા દ્વારા જે શાબ્દબોધ થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તેથી જ પ્રથમ મતિજ્ઞાન થાય છે પછી જ શ્રુતજ્ઞાન થાય છે. મતિજ્ઞાન કારણ છે, શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન થાય જ એવો નિયમ નથી. પરંતુ શ્રુતજ્ઞાન થતાં પહેલાં અવશ્ય મતિજ્ઞાન હોય જ છે. વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૦પમાં કહ્યું છે કે મપુત્રે સુમુત્ત ન મર્દ સુયyવ્યા
પ્રશ્ન - ગુરુજી સમજાવનારા હોય છે અને વાવાચકભાવના સંબંધવાળું જે જ્ઞાન તે જો શ્રુતજ્ઞાન કહેવાતું હોય તો એકેન્દ્રિય-
વિશ્લેન્દ્રિય વિગેરે જીવોને ઈન્દ્રિયો જ ઓછી છે તો તેને શ્રુતજ્ઞાન કેમ હોઈ શકે ?
ઉત્તર - એકેન્દ્રિય-વિક્લેન્દ્રિય જીવોને જો કે પુદ્ગલોની રચના રૂપ દ્રવ્યન્દ્રિયો ઓછી છે. પરંતુ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ સ્વરૂપ ભાવેન્દ્રિયો લબ્ધિસ્વરૂપે પાંચે હોય છે. અને તેથી જ કોઈ વનસ્પતિ વાદળના ગર્જરવથી ફળે છે. કોઈ વનસ્પતિ ચંદ્ર-સૂર્ય જોઈને ખીલે છે. કોઈ મદિરાપાનના છંટકાવથી ફળે છે માટે લબ્ધિઈન્દ્રિયને આશ્રયી શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ અવ્યક્ત શ્રુતજ્ઞાન એકેન્દ્રિયાદિને પણ હોય છે.
(૩) અવધિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનની મદદ લીધા વિના માત્ર રૂપી દ્રવ્યોને સાક્ષાત્ કરાવનાર જે જ્ઞાન તે અવધિજ્ઞાન. આ જ્ઞાન દેવ-નારકીને જન્મથી મરણ પર્યન્ત પંખીને મળેલી ઉડવાની શક્તિની જેમ ભવપ્રત્યયિક સદા કાળ હોય છે અને મનુષ્ય-તિર્યંચોને તપ-સંયમાદિ વિશિષ્ટ ગુણોને આશ્રયી જ થાય છે માટે ગુણપ્રત્યાયિક કહેવાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org