________________
૨૦
પ્રથમ કર્મગ્રંથ
(૪) મન:પર્યવજ્ઞાન-અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોનું સાક્ષાત્ આત્માને જે જ્ઞાન તે મનઃપર્યવજ્ઞાન. આ જ્ઞાન વિશિષ્ટ મુનિ-મહાત્માઓને જ હોય છે.
(૫) કેવળજ્ઞાન - સર્વ દ્રવ્યોનું, લોકાલોક સર્વ ક્ષેત્રનું, ભૂતભાવિ-વર્તમાન એમ ત્રણે કાળનું અને સર્વ પર્યાયોનું એક સમયમાં જે જ્ઞાન થાય અર્થાત્ સંપૂર્ણ જે જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે.
વસ્તુ જેના વડે જણાય તેને પ્રમાણ કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં બે પ્રમાણ આવે છે. ૧. પ્રત્યક્ષ પ્રમાણ અને ૨. પરોક્ષ પ્રમાણ, જે ઈન્દ્રિયોની સહાય વિના જ્ઞાન થાય તે પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષજ્ઞાન છે. જે ઈન્દ્રિયોની સહાયથી સાક્ષાત્ જ્ઞાન થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. જો કે તે ઈન્દ્રિયોની સહાયવાળું હોવાથી વાસ્તવિક તો પરોક્ષ જ છે. તથાપિ ઉપચારથી પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આવે છે. અને ધૂમથી વહ્નિની જે કલ્પના કરાય છે. તેવા પ્રકારનાં અનુમાન-આગમ વિગેરે સંબંધી મતિ-શ્રુતજ્ઞાનો પરોક્ષ કહેવાય છે. મતિશ્રુત પરોક્ષ અને અવિધ આદિ ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે.
મતિ આદિ ચાર જ્ઞાનો ક્ષાયોપશમિક ભાવનાં છે. અને કેવળજ્ઞાન ક્ષાયિક છે. અને આવ૨ણ સંપૂર્ણ ક્ષય થયા પછી જે જ્ઞાન પ્રગટ થાય તે ક્ષાયિક કહેવાય છે. અને આવરણ ઉદયમાં હોવા છતાં મંદ ઉદય થવાથી કંઇક અંશે જ્ઞાન પ્રગટ થાય અને કંઇક અંશે આવરણનો ઉદય પણ હોય તો તેને ક્ષયોપશમભાવ કહેવાય છે. તેનાથી થયેલાં જ્ઞાનો ક્ષાયોપશમિક કહેવાય છે. આવરણનો સર્વથા વિનાશ તે ક્ષય, અને તીવ્ર આવરણને મંદ ક૨ીને ભોગવવું તે ક્ષયોપશમ જાણવો: મતિ આદિ ચાર જ્ઞાનો એકી સાથે એક જીવમાં હોઇ શકે છે, પરંતુ કેવળજ્ઞાન થાય ત્યારે પ્રથમનાં ચાર શાનો હોતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org