________________
કર્મવિપાક
ઔપશમિકથી ભિન્ન ગણેલ છે. મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયનો ઉદય ન હોવાથી સમ્યક્ત્વગુણ અવરાયેલો (ઢંકાયેલો) હોતો નથી, છતાં અનંતાનુબંધીનો ઉદય હોવાથી એ ગુણનો સ્પષ્ટ અનુભવ પણ થતો નથી, તેથી સમ્યક્ત્વના કંઈક આસ્વાદવાળું હોવાથી આ સાસ્વાદન સમ્યક્ત્વ કહેવાય છે.
આ પ્રમાણે ઔપમિક અશુદ્ધ અપૌદ્ગલિક, ક્ષાયોપમિક અશુદ્ધ પૌદ્ગલિક, ક્ષાયિક શુદ્ધ અપૌદ્ગલિક, વેદક અશુદ્ધ પૌલિક અને સાસ્વાદન અશુદ્ધ અપૌદ્ગલિક સમજવું. જ્યાં સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય તે પૌદ્ગલિક અને ઉદય ન હોય તે અપૌદ્ગલિક તથા સત્તા ન હોય તો શુદ્ધ અને સત્તા હોય તો અશુદ્ધ એમ અર્થ સમજવો. તથા અન્યશાસ્ત્રોમાં જુદી જુદી વિવક્ષાએ દીપક, રોચક અને કારક એવા પણ સમ્યક્ત્વના ભેદ સમજાવેલા છે. જે આગળ-આગળ પ્રસંગે સમજાવાશે.
૮૭
પ્રશ્ન દર્શન મોહનીય કર્મના ત્રણ ભેદોમાં સમ્યક્ત્વમોહનીય કર્મ આવે છે તેનો અર્થ સમજાવવો જોઈએ. તેને બદલે સમ્યક્ત્વ ગુણનો અર્થ અને તેના ભેદો શા માટે સમજાવ્યા ?
ઉત્તર - તમારો પ્રશ્ન સત્ય છે. પરંતુ આવાર્ય ગુણ જો બરાબર સમજાય તો જ આવારક કર્મ સમજાય. તે માટે જ્ઞાનના અર્થનો અને ભેદોનો વિસ્તાર સમજાવ્યો, તેવી જ રીતે આ સમ્યક્ત્વમોહનીય કર્મ સમજાવવાના પ્રસંગે સમ્યક્ત્વનો અર્થ અને ભેદો સમજાવ્યા છે. હવે સ્વયં સમજી લેવું કે આવી રુચિ-શ્રદ્ધાસ્વરૂપ સમ્યક્ત્વને જે કલુષિત કરે, મલીન કરે, અતિચારવાળું બનાવે, દોષિત કરે, સર્વથા હણી ન શકે પરંતુ હતપ્રાયઃ કરે તે સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે. જે આત્માનું અહિત કરનાર હોવાથી હેય છે. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org