________________
૮૮
પ્રથમ કર્મગ્રંથ
હવે મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયના અર્થ સમજાવે છે -
मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहू जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीअं ॥१६॥ (मिश्राद् न रागद्वेषौ, जिनधर्मे अन्तर्मुहूर्तं यथाऽन्ने । नालिकेरद्वीपमनुजस्य, मिथ्यात्वं जिनधर्मविपरीतम्)
શબ્દાર્થ - મીતી = મિશ્રમોહનીયના ઉદયથી, = થતા નથી, રાવતો = રાગ અને દ્વેષ, ઉનાથને = જૈનધર્મને વિષે, અંતમુહૂ અંતર્મુહૂર્ત સુધી, નહીં = જેમ, અને = અનાજ ઉપર, નાનિંગરવીવ= નાલીકેર દ્વીપમાં વસનારા, નપુણો = મનુષ્યને, મિર્જી = મિથ્યાત્વ, ઉનાથવિવરીશં = જૈનધર્મથી વિપરીત.
ગાથાર્થ :- જેમ નાલીકેર દ્વીપવાસી મનુષ્યને અન્ન ઉપર પ્રીતિઅપ્રીતિ હોતી નથી, તેમ મિશ્રમોહનીય કર્મના ઉદયથી આ જીવને જૈનધર્મ ઉપર રાગ કે દ્વેષ હોતો નથી. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. અને જૈનધર્મથી વિપરીત શ્રદ્ધા તે મિથ્યાત્વ મોહનીયકર્મ કહેવાય છે. ૧૬.
વિવેચન : - જ્યાં કેવળ નાલીયેર (ઉપલક્ષણથી અન્યફળો માત્ર) થાય છે. પરંતુ કોઇપણ જાતનું ધાન્ય નીપજતું નથી, તેને નાલીકેરદ્વીપ કહેવાય છે. જો કે આવો દ્વીપ આજે ઉપલબ્ધ નથી. પરંતુ કર્ણાટક અને તામિલની આસપાસના સમુદ્રમાં કોઈ નાનો ટાપુ હોવો જોઈએ, ત્યાં વસતા મનુષ્યો નાળીયેર આદિ ફળોથી જ જીવતા હોવાથી, ધાન્ય જોયેલું જ ન હોવાથી, તેઓની સામે ધાન્ય મૂકવામાં આવે તો તે ધાન્ય ઉપર તે મનુષ્યોને રુચિ પણ થતી નથી અને અરુચિ પણ થતી નથી, કારણ કે તેઓએ કોઈ પણ જાતનું ધાન્ય જોયેલું જ નથી. તેની જેમ મિશ્રમોહનીયકર્મનો ઉદય જ્યારે હોય ત્યારે આ જીવને જૈનધર્મ ઉપર રુચિ પણ થતી નથી અને અરુચિ પણ થતી નથી. આવો પરિણામ જીવને ઉત્કૃષ્ટથી ફક્ત અંતર્મુહૂર્ત જ રહે છે. મિશ્રમોહનીયના ઉદયકાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org