SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક (૪) અબહુવિધગ્રાહી=ઉપરોક્ત ગુણધર્મોમાંથી એક-બે ગુણધર્મોને જાણે, પરંતુ વધારે ગુણધર્મોને જે ન જાણે તે. (૫) ક્ષિપ્રગ્રાહી-વિષય પ્રાપ્ત થતાં જ ક્ષયોપશમની તીવ્રતાથી જલ્દી જાણે તે. (૬) અક્ષિપ્રગ્રાહી=ક્ષયોપશમની મંદતાથી ધીમેધીમે વિચારી વિચારીને જાણે તે. ૩૭ (૭) નિશ્રિતગ્રાહી=કોઇ હિંગોથી વસ્તુ જાણે, જેમ ધ્વજાથી દેવમંદિર જાણે તે. (૮) અનિશ્રિતગ્રાહી= કોઇ પણ પ્રકારના લિંગનો આશ્રય લીધા વિના સ્વરૂપ માત્રથી જે જાણે તે, જેમ ધ્વજા જોયા વિના દેવમંદિર જાણે તે. (૯) સંદિગ્ધગ્રાહી=વસ્તુને જાણે, પરંતુ હૈયામાં શંકા હોય તે. (૧૦) અસંદિગ્ધગ્રાહી=વસ્તુને નિશ્ચયપૂર્વક જાણે, અલ્પ પણ શંકા ન હોય તે. (૧૧) ધ્રુવગ્રાહી= વસ્તુનું સ્વરૂપ એવું જાણે કે સદા રહે, ચાલ્યું ન જાય તે. (૧૨) અધ્રુવગ્રાહી= વસ્તુનું સ્વરૂપ એવું જાણે કે જે તુરંત ભુલી જવાય. પ્રશ્ન વ્યંજનાવગ્રહાદિમાં તદ્દન અસ્પષ્ટ જ્ઞાનમાત્રા છે. આ કંઇક છે'’ એવો બોધ પણ સ્પષ્ટ નથી ત્યાં ઉપર સમજાવેલા બાર ભેદો કેવી રીતે હોઇ શકે? Jain Education International "" ઉત્તર- વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ અને ઇહા આ ત્રણ વિભાગો અસ્પષ્ટ હોવાથી બહુ આદિ ૧૨-૧૨ ભેદો જો કે તેમાં સ્પષ્ટ ઘટતા જણાતા નથી. તથાપિ અપાય-ધારણામાં સારી રીતે સંભવે છે અને અપાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy