________________
૩૬
પ્રથમ કર્મગ્રંથ
કહેવત અહીં જોડવી. (પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળાના પરિશિષ્ટમાં આવતી યુવાન અને વૃદ્ધ મંત્રીઓની કથા શિક્ષકે અહીં સમજાવવી.)વસ્તુતઃ પરિણામ એટલે સ્વ-પરની તે તે પ્રવૃત્તિના પરિણામનું પૂર્વાપર આલોચન, ઉંમર વધતાં, અનુભવો થતાં થતાં આ બુદ્ધિ ઘડાય છે.
પ્રશ્ન - મતિજ્ઞાનના ૨૮+૪=૩૨ ભેદો જ છે કે વધારે પણ છે?
ઉત્તર : વધારે પણ છે. શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ જે ૨૮ ભેદો પૂર્વે સમજાવ્યા છે. તેના એકેક ભેદના બહુ-અબહુ ઈત્યાદિ ૧૨-૧૨ પેટા ભેદો થાય છે. જેથી ૨૮૪૧૨=૩૩૬+૪=કુલ ૩૪૦ ભેદો થાય છે.
પ્રશ્ન--બહુ-અબહુવિગેરે ૧૨-૧૨ ભેદો ક્યા? અને તેનો અર્થ શું? ઉત્તર- તે બારે ભેદો તથા તેના અર્થો આ પ્રમાણે છે
(૧)બહુગ્રાહી= ઈન્દ્રિય વડે જણાતા વિષયમાં દ્રવ્યના ભેદને જાણી શકે છે. જેમ વાજિંત્રોનો અવાજ સંભળાતો કોઈ મનુષ્ય આ અવાજમાં શંખ,-નગારાં, ઝાલર, ભેરી, મૃદંગ વાગે છે. એમ શબ્દ ઉપરથી વાજિંત્રને જુદા જુદા જાણી શકે છે.
(૨) અબહુગ્રાહી= “માત્ર વાજિંત્રો વાગે છે એટલું જ જાણે, પરંતુ પૃથક પૃથક વાજિંત્રને ન પારખી શકે, તેટલો તીવ્ર ક્ષયોપશમ ન હોય તે.
(૩) બહુવિધગ્રાહી=વિષયમાં દ્રવ્યના ભેદને જાણવા ઉપરાંત તેના ગુણધર્મોને પણ પૃથક પૃથક્ જાણી શકે એવો તીવ્ર ક્ષયોપશમ, જેમ કે વાજિંત્રોનો જે આ શબ્દ સંભળાય છે. તેમાં શંખ-નગારાંઝાલર આદિનો ભેદ તો જણાય જ, તદુપરાંત ક્યું વાજિંત્ર તાલમાં વાગે છે. ક્યું ખોખરૂં વાગે છે. ક્યું તાલ બહાર વાગે છે. ઇત્યાદિ ગુણધર્મોને પણ જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org