________________
૧ ૨૪
પ્રથમ કર્મગ્રંથ
શબ્દાર્થ - રૂ =આ પ્રમાણે, સત્તદ્દી=સડસઠ, વંથો =બંધ અને ઉદયમાં, એ=અને, નિ=નહીં, ૩=વળી, સમૂનીયા=સમ્યકત્વમિશ્રમોહનીય, વંધે-બંધમાં, વંથg=બંધ તથા ઉદયમાં, સત્તા=સત્તામાં, વીસ-કુવીસ-વા=વીશ,બાવીસ અને અઠાવનથી અધિક એવી, સચં=સો એટલે કે ૧૨૦, ૧૨૨, ૧૫૮ પ્રકૃતિઓ જાણવી.
ગાથાર્થ - આ પ્રમાણે નામકર્મની બંધ-ઉદયમાં ૬૭ પ્રકૃતિઓ જાણવી. મોહનીયકર્મમાંની સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધમાં ગણાતી નથી. તેથી આઠે કર્મોની બંધ-ઉદય-અને સત્તામાં અનુક્રમે ૧૨૦૧૨૨- અને ૧૫૮ પ્રકૃતિઓ થાય છે. ૩૨.
વિવેચન - ઉપર સમજાવ્યા પ્રમાણે બંધ-ઉદય અને ઉદીરણામાં નામકર્મની ૬૭ પ્રકૃતિઓ લેવાય છે. અને સત્તામાં ૯૩ અથવા ૧૦૩ ગણાય છે. આમ ગણવામાં પૂર્વાચાર્યોનો વિવક્ષાભેદ જ કારણ છે. વાસ્તવિક રીતે તો નામકર્મની એકસો ત્રણે પ્રકૃતિઓ બંધાય જ છે. ઉદય-ઉદીરણામાં પણ આવે જ છે. બાંધ્યા વિના સત્તામાં આવે ક્યાંથી ? અને સત્તામાં જો આવી હોય તો પૂર્વે બાંધેલી પણ ચોક્કસ છે જ અને પાછળના કાળે ઉદય-ઉદીરણામાં પણ ચોક્કસ આવશે જ. માટે સત્તામાં જ ફક્ત ૧૦૩ છે એમ નહીં, પરંતુ બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા એમ ચારે પ્રકારોમાં ૧૦૩ જ છે. તથાપિ કેટલીક-કેટલીક પ્રવૃતિઓ સરખી સરખી હોવાથી બંધ-ઉદય અને ઉદીરણા વખતે સાથે ગણી છે. જેથી ૬૭ લેવામાં આવે છે. અને સત્તા વખતે જુદી ગણી છે. તથા કોઈ પાંચ બંધન માને છે. અને કોઈ પંદર બંધન માને છે. તેથી સત્તામાં ૯૩ અથવા ૧૦૩ ગણાય છે.
બંધ = નવા નવા કર્મોનું આત્મા સાથે ચોંટવું. ઉદય = પૂર્વે બાંધેલા કર્મોને ભોગવવાં. ઉદીરણા = ઉદયકાળને ન પાકેલાને બળાત્કારે ઉદયમાં લાવવાં. સત્તા = બાંધેલા કર્મોની આત્મા સાથે વિદ્યમાનતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org