________________
કર્મવિપાક
૧૨૩
૨૦ને બદલે ૪ મૂળભેદ ગણવાથી ૧૬ ભેદો તે ઓછા થાય છે. આ પ્રમાણે ૫ બંધન, ૫ સંઘાતન, અને ૧૬ વર્ણાદિના મળીને કુલ ૫ + + + ૧૬ = ૨૬ ભેદો ઉપરોક્ત ૬પમાંથી ઓછા થાય છે. જેથી પિંડપ્રકૃતિઓના પેટભેદો ૬૫ને બદલે માત્ર ૩૯ થાય છે. તેમાં પરાઘાત આદિ ૨૮ ભેદો પૂર્વની જેમ ઉમેરીએ તો ૬૭ ભેદો નામકર્મના લેવાય છે.
કોષ્ટક (નામકર્મનું) પિંડપ્રકૃતિઓ | ૧૪ | ૬૫ | ૭૫ | ૩૯ પરાઘાત આદિ | + ૮ | ત્રસ દશક | +૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ સ્થાવર દશક [+૧૦ | ૧૦ | ૧૦ | ૧૦
૪૨ ૯૩ ] ૧૦૩ ! ૬૭.
કુલ
પિંડપ્રકૃતિઓનો આંક બદલાવાથી ચારે આંકો બદલાય છે. મૂળભેદ ગણીએ તો ૧૪, ઉત્તરભેદ ગણીએ તો ૬૫, પંદરબંધન ગણીએ તો ૭૫, અને બંધન-સંઘાતન શરીરમાં ગણી વર્ણાદિ સામાન્યથી લઈએ તો ૩૯ થાય છે. તે ચારે આંકમાં પરાઘાત આદિ આઠ, ત્રસદશક, અને સ્થાવરદશક ઉમેરાય છે.
નામકર્મની ૯૩ અને ૧૦૩ સત્તામાં ગણાય છે. અને ૬૭ બંધઉદય-ઉદીરણામાં ગણાય છે. અને ૯૩, ૧૦૩, ૬૭, આ ત્રણે આંક ગણવા સરળ પડે માટે તેના ઉપાય રૂપે ૪૨ ભેદ કહ્યા છે. બાકી ૪૨ ભેદનો બંધાદિમાં ક્યાંય વ્યવહાર આવતો નથી. ૩૧.
હવે બંધાદિમાં આઠે કર્મની પ્રકૃતિ કેટલી હોય તે જણાવે છે -
इअ सत्तट्ठी बंधोदए अ, न य सम्ममीसया बंधे । बंधुदए सत्ताए, वीस-दुवीसह वण्णसयं ॥३२॥ (इति सप्तषष्टिबन्धोदये च, न च सम्यग्मिश्रके बन्धे । बन्धोदये सत्तायां विंशं द्वाविशं अष्टपञ्चाशं शतम् )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org