________________
૭૦
પ્રથમ કર્મગ્રંથ
કર્મ દ્વારપાલ-પ્રતિહારી સમાન છે. જેમ ઘરમાં બેઠેલા રાજાને જોવા માટે બહારથી લોકો તે રાજાને ઘેર આવ્યા હોય, પરંતુ દરવાજે બેઠેલો ચોકીદાર જો તે આવનારા લોકોને રોકે તો તેઓ રાજાને જોઈ શકતા નથી. અથવા રાજા લોકોને જોઈ શક્તો નથી તેવી રીતે આ આત્મા દર્શનાવરણીય કર્મ વડે આવૃત થયો છતો ઘટ-પટાદિ પદાર્થોને જોઈ શકતો નથી. આ દૃષ્ટાન્ત બન્ને રીતે જોડવું. (જુઓ કર્મગ્રંથ ટીકા પૃષ્ઠ ૨૧-૨૨.) હવે તે નવે ભેદો ક્રમશઃ સમજાવે છે.
વહુ-લિ-વહુ-સિંતિય-હિ-વત્રિા दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥१०॥ વશુદિ-અવધુ, સેન્દ્રિય-મધ-વર્તેશ दर्शनमिह सामान्यं, तस्यावरणं तच्चतुर्धा)
શબ્દાર્થ :- વવકુલિ = ચક્ષુદર્શન, અવનવું = અચક્ષુદર્શન, સંદ્રિય = શેષ ઇન્દ્રિયોથી, આદિ = અવધિદર્શન, વહિં ૨ = અને કેવલદર્શન, તંતi = દર્શન એટલે, રૂદ = અહીં, સામર્ન = સામાન્ય , તરસ= તેનું, સાવરí = આવરણ, તય = તે કર્મ, વહી = ચાર પ્રકારે
ગાથાર્થ=ચક્ષુદર્શન એટલે દૃષ્ટિ અર્થાત્ નયન, તેના વડે જોવું તે, અચકું એટલે શેષ ઈન્દ્રિયો, તેના વડે જાણવું તે, તથા અવધિ અને કેવલદર્શન એમ દર્શન ચાર પ્રકારે છે. દર્શન એટલે અહીં સામાન્ય બોધ એવો અર્થ કરવો, તેનું આવરણ પણ ચાર પ્રકારે છે. ૧૦.
વિવેચન- “ચક્ષુદર્શન” શબ્દમાં ચક્ષુનો અર્થ દૃષ્ટિ-નયન-નેત્ર એવો જાણવો, એટલે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતો જે સામાન્ય બોધ તે ચક્ષુદર્શન, તેને આવરણ કરનાર જે કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ. આ કર્મના ઉદયથી એકેન્દ્રિય-બેઈન્દ્રિય અને તે ઈન્દ્રિય જીવોને મૂળથી ચક્ષુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org