________________
કર્મવિપાક
૬૯
જ ચક્ષુ મદતર જોઈ શકે છે અને વધારે પડોવાળો ઘનતમ પાટો બાંધવામાં આવે તો અતિશય મંદતમે જોઈ શકે છે, તેની જેમ ઘન-ઘનતર અને ઘનતમ જ્ઞાનાવરણીય કર્મના આવરણથી આવૃત થયેલો આ જીવ જગના ભાવોને સ્વલ્પ, સ્વલ્પતર, અને સ્વલ્પતમ જોઈ શકે છે માટે જ્ઞાનાવરણીય કર્મ ચક્ષુની આડા પાટા જેવું છે.
તથા આવાર્ય ગુણો પાંચ હોવાથી આવારકકર્મ પણ પાંચ પ્રકારનું છે. અને તે તે નામવાળું આવરણ કહેવાય છે. જેમ કે મતિજ્ઞાનનું જે આવરણ તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનનું જે આવરણ તે શ્રુતજ્ઞાનાવરણ, એ જ રીતે અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એમ જ્ઞાનાવરણીય મૂલકર્મ અને તેના પાંચ ઉત્તર ભેદો જાણવા. હવે દર્શનાવરણીય કર્મ સમજાવે છે
ચાર પ્રકારનું દર્શનાવરણીય અને પાંચ પ્રકારની નિદ્રા એમ કુલ ૯ પ્રકારનું દર્શનાવરણીય કર્મ જાણવું. અહીં મૂળગાથામાં વાં, આ પદથી જો કે શબ્દાર્થ પ્રમાણે ચાર દર્શન એવો અર્થ થાય છે પરંતુ દર્શન એ કંઈ કર્મ નથી. એ તો સામાન્યધર્મને જાણવાની આત્માની શક્તિ વિશેષ છે. તેને કર્મ કેમ કહેવાય ? માટે તન શબ્દ લખેલો હોવા છતાં
નાવરણીય અર્થ સમજવો, વૈશે પલમુકાયોપવરાત્ એવો ન્યાય હોવાથી પદનો એક દેશ જ્યાં લખ્યો હોય ત્યાં પણ પદસમુદાય લેવાનો ઉપચાર થતો હોવાથી અહીં દર્શન શબ્દથી દર્શનાવરણીય કર્મ સમજવું. જેમ લઘુવૃત્તિમાં તે સુવા સૂત્ર (૩-૨-૧૦૮) થી ભીમસેન શબ્દને બદલે ભીમ શબ્દ પણ વપરાય છે તેમ અહીં પણ સમજી લેવું.
नितरां द्राति, अतिशयेन कुत्सितत्वं गच्छति चैतन्यं यस्यामवस्थायां સા નિદ્રા, જે અવસ્થામાં આત્માનું ચૈતન્ય અતિશય કુત્સિતપણાને પામે, જ્ઞાન-દર્શનશક્તિ સર્વથા ઢંકાઈ જાય તે અવસ્થાને નિદ્રા કહેવાય છે, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org