________________
૬૮
.
પ્રથમ કર્મગ્રંથ
આ પ્રમાણે પાંચેય જ્ઞાનોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. જો કે અન્ય ગ્રંથોમાં આવતા વર્ણનની અપેક્ષાએ આ વર્ણન અતિશય સંક્ષિપ્ત છે. તથાપિ પ્રાથમિક અભ્યાસી છાત્રગણની અપેક્ષાએ આ વર્ણન પણ પૂરતું છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય પહેલો, વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૭૫ થી ૯૦૦ સમ્મતિતર્કકાડ બીજો, નંદીસૂત્ર, જ્ઞાનબિન્દુ આદિ અન્યગ્રંથમાં પાંચ જ્ઞાનનું વિશેષ વર્ણન કરેલ છે. ૮.
જ્ઞાનશક્તિ પાંચ પ્રકારની છે. માટે તેને આવરણ કરનારું જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારનું છે. આવાર્ય ગુણની પંચવિધતાને લીધે આવારક કર્મ પણ પંચવિધ કહેવાય છે. તે જણાવે છે.
एसिं जं आवरणं, पडुव्व चक्खुस्स तं तयावरणं । दंसण चउ पण निद्दा, वित्तिसमं दंसणावरणं ॥९॥ (एषां यदावरणं पट इव चक्षुषस्तत्तदावरणम्) दर्शनचतुष्कं पञ्च निद्रा, वेत्रिसमं दर्शनावरणम् )
શબ્દાર્થ સિં = આ પાંચે જ્ઞાનોનું , i = જે, આવM = આવરણ, પડુત્ર પાટાની જેમ, વરસ = ચક્ષુની આડા, સં = તે તે કર્મ, તયાર = તે તે આવરણ કહેવાય છે, તંઈ = દર્શન, વડ = ચાર, પણ = પાંચ, નિદ્દા = નિદ્રા, વિત્તિમં = દ્વારપાળ સમાન, હિંસાવર" = દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
ગાથાર્થ- આ પાંચ જ્ઞાનોનું આચ્છાદન કરનારૂં જે કર્મ, તે ચક્ષુની આડા પાટાની જેમ તે તે આવરણીય કર્મ કહેવાય છે. દર્શનાવરણચતુષ્ક અને નિદ્રાપંચક એમ દર્શનાવરણીય કર્મ ૯ પ્રકારનું છે અને તે દ્વારપાલ સમાન છે. ૯.
વિવેચન - ચક્ષુ દૂરની વસ્તુ જોવામાં ભલે નિર્મળ હોય, પરંતુ જો તે ચક્ષુની ઉપર એક-બે પડવાળો ઘનીભૂત પાટો બાંધવામાં આવે તો ચક્ષુ મન્ટ જોઈ શકે છે. ત્રણ-ચાર પડવાળો ઘનતર પાટો બાંધવામાં આવે તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org