________________
કર્મવિપાક
૬૭
(૩) તાર્કિક શ્રીસિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી અભેદવાદી છે તેઓનું મન્તવ્ય આ પ્રમાણે છે કે- જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એવા બે ભિન્ન ભિન્ન ઉપયોગો છદ્મસ્થાવસ્થામાં જ હોય છે કારણ કે તે કાળે કર્મોનાં આવરણો હોવાથી સામાન્ય જાણવા વડે જ વિશેષ જણાય છે. પરંતુ કેવલી અવસ્થામાં આવો ભેદ હોતો નથી. વિષયોને જાણવાની આત્માની એક જ રાયકશક્તિ છે. ફક્ત શેય પદાર્થો દ્વિવિધ હોવાથી એક જ જ્ઞાયકશક્તિનાં બે નામો છે. જો સમયાન્તરે ઉપયોગ માનીએ તો જ્ઞાનોપયોગકાળે દર્શનોપયોગ ન હોવાથી જાણે, પણ દેખે નહીં અને દર્શનોપયોગ કાળે જ્ઞાનોપયોગ ન હોવાથી દેખે, પણ જાણે નહીં તેવા ભગવાનને સર્વજ્ઞસર્વદર્શી કેમ કહેવાય ? વળી તેરમા ગુણઠાણે જ્ઞાનોપયોગકાળે પણ દર્શનાવરણીય કર્મ ક્ષીણ હોવાથી પ્રતિબંધકતત્ત્વ ન હોવાને કારણે દર્શનોપયોગને કોણ અટકાવે ?
પ્રશ્ન- ભેદવાદી મલ્લવાદીજી અને અમેદવાદી શ્રી સિદ્ધસેનજીને ગુગવં નત્યિ તો વો'' આ પાઠની સાથે શું વિરોધ નહીં આવે?
ઉત્તર- તેઓનું કહેવું છે કે આ પાઠ છદ્મસ્થજીવોને આશ્રયીને છે. કેવલજ્ઞાનીને આશ્રયી નથી. તથા વેવેની ગં સમયે નાફ તં સમર્થન પાસ અને ગં સમયે પાસ તં સમયે ન નાખવું ઇત્યાદિ શાસ્ત્રોમાં જે પાઠો છે તે પણ શ્રુતકેવલી અને અવધિકેવલી આશ્રયી છે પરંતુ સર્વજ્ઞ કેવલી આશ્રયી નથી. એવો ઉત્તર તેઓ આપે છે.(જાઓ સમ્મતિતર્કકાણ્ડ બીજો).
આ ત્રણે પક્ષોની ચર્ચા વિશેષાવશ્યક ભાષ્યમાં અંશતઃ અને સમ્મતિતર્કમાં સવિશેષપણે છે. વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવી. માત્ર દિગ્દર્શન રૂપે પ્રાથમિક અભ્યાસને ધ્યાનમાં રાખી અહીં સૂચના સ્વરૂપે જણાવી છે. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ જ્ઞાનબિંદુમાં નથવિશેષથી આ ત્રણે પક્ષોનો સમન્વય પણ કર્યો છે. પ્રથમ પક્ષ સૂક્ષ્મ ઋજાસૂત્રનયને અનુસરનાર છે. બીજો પક્ષ વ્યવહારનયને અનુસરનાર છે અને ત્રીજો પક્ષ શુદ્ધ સંગ્રહનયને અનુસરનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org