________________
પ્રથમ કર્મગ્રંથ
તથા દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગની બાબતમાં પણ છદ્મસ્થ આત્માઓને પ્રથમ દર્શનોપયોગ હોય છે અને પછી જ્ઞાનોપયોગ હોય છે કારણ કે પ્રથમ સામાન્યથી શેયને જાણે ત્યાર બાદ ઉહાપોહ કરતાં કરતાં વિશેષપણે જોયને જાણે છે. વળી તે ઉપયોગ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તન પામે છે. પરંતુ કેવલજ્ઞાની મહાત્માને દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગની બાબતમાં ત્રણ મતો પ્રવર્તે છે.
(૧) સિદ્ધાન્તવાદી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણાદિ ક્રમવાદી કહેવાય છે. તેઓનું કહેવું છે કે પ્રથમ સમયે જ્ઞાનોપયોગ અને દ્વિતીય સમયે દર્શનોપયોગ એમ સ્વભાવથી જ સમયાન્તરે ઉપયોગ-પરાવૃત્તિ હોય છે. સર્વે લબ્ધિઓ સાકાર ઉપયોગવંતને જ પ્રાપ્ત થાય છે માટે કેવલજ્ઞાનરૂપ લબ્ધિની પ્રાપ્તિના પ્રથમ સમયે જ્ઞાનોપયોગ હોય છે, પછી દર્શનોપયોગ હોય છે, ત્યારબાદ સમયાન્તરે ક્રમશઃ બન્ને ઉપયોગી અનંતકાળ ચાલે છે. પરંતુ એક સમયમાં એકી સાથે જ્ઞાન-દર્શન બન્ને ઉપયોગી સાથે હોતા નથી. ગુગવં નલ્થિ તો ૩વો આવા પ્રકારના સિદ્ધાન્તના વચનનો આશ્રય કરીને ક્રમવાદ સ્વીકારે છે.
(૨) તર્કશિરોમણિ મલવાદીજી ભેદવાદી છે. એક જ સમયમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ બન્ને સાથે જ હોય છે સમયાન્તરે હોતા નથી એમ માને છે. પરંતુ જ્ઞાન અને દર્શન સ્વ-સ્વ આવરણક્ષય-જન્ય હોવાથી ભિન્ન ભિન્ન શક્તિઓ છે. આ બન્ને શક્તિ એકરૂપ નથી. સામાન્યધર્મને જાણવાની શક્તિ તે દર્શન અને વિશેષધર્મને જાણવાની શક્તિ તે જ્ઞાન, બન્ને શક્તિઓ અને બન્ને આવરણો ભિન્ન ભિન્ન હોવાથી બન્ને ઉપયોગો ભિન્ન-ભિન્ન છે. માત્ર બન્ને આવરણોનો બારમા ગુણઠાણાના ચરમ સમયે એકી સાથે ક્ષય થતો હોવાથી તેરમા ગુણઠાણાના પ્રથમ સમયે જ બન્ને ઉપયોગો એકી સાથે એક જીવમાં હોય છે. (જુઓ સમ્મતિતર્ક કાંડ બીજો) ૧. જુઓ સમ્મતિતર્ક કાર્ડ બીજો ગાથા ૪ થી ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org