________________
કર્મવિપાક
પ્રશ્ન- એક સાથે એક જીવને કેટલાં શાનો હોય છે ?
ઉત્તર- ઓછામાં ઓછું એક જ્ઞાન અને વધુમાં વધુ ચાર જ્ઞાનો હોય છે. જો એક જ્ઞાન હોય તો કેવલજ્ઞાન, અથવા શ્રુતગ્રંથાનુસારી વિશિષ્ટશ્રુતને આશ્રયી એકેન્દ્રિયાદિમાં એલું મતિજ્ઞાન, કારણ કે કેવલજ્ઞાન ક્ષાયિકભાવવાળું હોવાથી તે એકલું જ હોય છે. તેના કાળે શેષ ચાર જ્ઞાનો ક્ષાયોપમિક ભાવનાં હોવાથી હોતાં નથી. આ કેવલજ્ઞાન સિવાયનું બીજું કોઇ પણ જ્ઞાન એકલું સંભવતું નથી. કારણ કે બધા છદ્મસ્થ જીવોને છેવટે મતિ અને શ્રુત તો હોય જ છે. એકલું મતિજ્ઞાન કે એકલું શ્રુતજ્ઞાન કોઇને હોતું નથી, પરંતુ જો ‘શ્રુતજ્ઞાન’” તરીકે શ્રુતગ્રંથોને અનુસારે થતું વાચ્ય- વાચક ભાવના સંબંધવાળું એવું જે વિશિષ્ટ શ્રુતજ્ઞાન, તે લઇએ તો તે પંચેન્દ્રિય મનુષ્યાદિમાં જ સંભવતું હોવાથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિયાદિ જીવોમાં આવી વિશિષ્ટ શ્રોત્ર લબ્ધિ ન હોવાથી આવું વિશિષ્ટ શ્રુતજ્ઞાન નથી. માટે એકલું મતિજ્ઞાન માત્ર હોય છે, એમ કહી શકાય. પરંતુ સામાન્યથી શ્રુતજ્ઞાન જો લેવામાં આવે તો એકેન્દ્રિયાદિ સર્વે જીવોને મતિ-શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ અંશતઃ હોવાથી મતિ-શ્રુત બન્ને જ્ઞાનો એક સાથે એક જીવમાં હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નસ્ત્ય મનાનું તત્વ સુચનાળ, નૃત્ય સુયનાળું, તથૅ મનાનં, માટે બે જ્ઞાનો જો હોય તો તિ અને શ્રુત હોય છે. ત્રણ જ્ઞાનો જો હોય તો મતિ-શ્રુત-અવધિ, અથવા મતિ-શ્રુત-મન:પર્યવ હોય છે. અવધિ વિના પણ મન:પર્યવ થઇ શકે છે. ચાર જો હોય તો તિ આદિ પ્રથમનાં ચાર હોય છે. એકી સાથે પાંચ જ્ઞાનો હોતાં નથી. (જુઓ તત્ત્વાર્થ સૂત્ર-૧-૩૧)
એક જીવમાં લબ્ધિને આશ્રયી વધુમાં વધુ ચાર જ્ઞાનો હોવા છતાં પણ ઉપયોગને આશ્રયી ફકત એક જ જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે. બે-ત્રણ-ચાર જ્ઞાનોનો ઉપયોગ એક સાથે પ્રવર્તતો નથી. લબ્ધિ એટલે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલી જ્ઞાનશક્તિ, અને ઉપયોગ એટલે પ્રગટ થયેલી તે શક્તિનો વપરાશ.
4
Jain Education International
૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org