________________
- આ પ્રથમ કર્મગ્રંથનું સંપૂર્ણ મેટર મેં ઉપયોગપૂર્વક તપાસેલ છે. અને તેને લગતાં સૂચનો પણ પંડિતજીને કરેલ, જેના તેમણે યોગ્ય ખુલાસા પણ કરેલ છે.
આ લખાણમાં કોઈ પણ સ્થળે થયેલ ભૂલો સૂચવવાથી તેને સુધારી લેવાની તત્પરતા દેખાડી પંડિતજી શ્રી ધીરુભાઈએ પોતાના સરલ સ્વભાવનો પરિચય કરાવ્યો છે તે જરૂર અનુમોદનીય છે.
કર્મગ્રન્થમાં જણાવ્યા મુજબ કર્મના સ્વરૂપને સમજી ત્યાગમય જીવન દ્વારા કર્મબંધના હેતુઓને દૂર કરવાનો પ્રયત્ન જેટલા-જેટલા અંશે આચરણમાં મૂકાય તેટલા-તેટલા અંશે આ ગ્રંથ નિર્માણમાં સહાયક સર્વનો પ્રયત્ન સફળ ગણાય.
લિ. રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) અધ્યાપક : શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસરના ઢાળ પાસે,
અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org