________________
આધ્યાત્મિક વિકાસ માટે કર્મગ્રન્થના જ્ઞાનની ઘણી આવશ્યકતા છે. કર્મગ્રંથમાં આવતા કર્મ પ્રકૃતિના વિષયને સરળ ભાષામાં રજુઆત કરતા સંપાદનની આવશ્યકતા હતી. પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાએ અથાગ પરિશ્રમ કરી કર્મ ગ્રંથનું સુંદર સંપાદન કરી અભ્યાસકવર્ગની ઘણા સમયની જરૂરિયાત પૂર્ણ કરી છે તે માટે પંડિતજીનો પ્રયત્ન પ્રશંસનીય છે.
કર્મગ્રંથના સંપાદનનું મેટર મેં વાંચેલ છે તેથી તેમાં સરળ ભાષામાં કરેલ સુંદર રજુઆતથી પંડિતજીની વિદ્વત્તા તથા કર્મપ્રકૃતિના તત્ત્વજ્ઞાનની પ્રતીતિ થાય છે.
કર્મ બન્ધના હેતુઓ તથા કર્મ પ્રકૃતિઓની સરળ વ્યાખ્યાના જ્ઞાનદ્વારા આ ગ્રન્થ અભ્યાસકવર્ગને કર્મ સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા તેમજ કર્મબન્ધનોથી દૂર રહેવા ઉપયોગી થશે.
પંડિતશ્રી ધીરજલાલભાઇએ પરદેશમાં તત્ત્વજ્ઞાનના વર્ગો ચલાવતાં દિવસ દરમ્યાન રહેલ સમયમાં કર્મગ્રંથના સંપાદન માટે કરેલ પરિશ્રમથી તેઓશ્રીના કર્મ સાહિત્યના ઊંડા જ્ઞાનની તેમજ અભ્યાસક વર્ગ માટે ઉપયોગી થવાની તેઓની ભાવનાની પ્રતીતિ થાય છે.
ભવિષ્યમાં દ્રવ્યાનુયોગના વિષયના તેમજ ન્યાયના ગ્રંથોનું સરળ ભાષામાં સંપાદન કરવા શકિતમાન બને એ જ અભિલાષા રાખું છું.
તા. ૧૭-૧-૯૫ ૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, સુરત.
-માણેકલાલ હરગોવનદાસ સોનેથા
સાહિત્યશાસ્ત્રી ડી.બી.એ. (પ્રથમ વર્ગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org