________________
૨૪
(૩)
જિનેશ્વર ભગવંતે જગતનું સ્વરૂપ વર્ણવ્યું છે કે નવતત્ત્વ અને છ દ્રવ્યમય જગત્ છે. તેમાંયે મુખ્ય દ્રવ્ય જીવ છે. તે જીવો અનંત જ્ઞાન-દર્શન આદિ ગુણવાળા છે. અનંત શક્તિવાળો આત્મા હોવા છતાં જે સંસારી જીવોની વિચિત્રતા દેખાય છે તેનું મુખ્ય કારણ કર્મ છે. તે કર્મનું સ્વરૂપ યથાર્થ સમજાય તો જ આત્મા કર્મથી મુકત બનવા પ્રયત્ન કરે.
કર્મનું સ્વરૂપ અનેક આગમો અને ગ્રંથોમાં વર્ણવેલ છે. છતાં બાળ જીવો સમજી શકે તે હેતુથી આગમોમાંથી સંક્ષેપમાં સ્વરૂપ ગ્રહણ કરી પૂ. આ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. એ કર્મગ્રંથ રૂપે પાંચ કર્મગ્રંથોની રચના કરી છે.
આ ગ્રંથોનો અભ્યાસ સામાન્ય જીવો કરી શકે તે માટે તેની ટીકાનું ગુજરાતી ભાષાન્તર મહેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી પ્રકાશિત થયેલ છે. જેના આધારે આજે કર્મગ્રંથના અભ્યાસીઓ તેનું અધ્યયન કરે છે.
તે ભાષાન્તરમાં કેટલાક પારિભાષિક શબ્દો હોવાથી તેમજ કેટલાક ગહન પ્રશ્નો ઉદ્દભવતા હોવાથી વિશેષથી કર્મનું સ્વરૂપ સમજી શકે તે આશયથી મારા વડીલબંધુ પં. શ્રી ધીરૂભાઇએ તે કર્મગ્રંથો ઉપર ગાથાર્થશબ્દાર્થ-વ્યાખ્યા-પ્રશ્નો જવાબ આદિ રૂપે જે તૈયાર કરેલ છે તે વાંચતાં એમ લાગે છે કે અધ્યાપકની મદદ વિના પણ અભ્યાસકો કર્મગ્રંથનું અને કર્મનું સ્વરૂપ સહેલાઇથી જાણી શકશે. પં. શ્રી ધીરૂભાઇનો પ્રયત્ન ઘણો જ પ્રશંસનીય છે. આ ગ્રંથોનું અધ્યયન-વાંચન કરી સર્વે આત્માઓ કર્મથી મુક્ત બને તેવી આશા.
Jain Education International
લિ.
રસિકલાલ શાન્તિલાલ મહેતા ૩૦૧, કુમુદચંદ્રકૃપા, સોની ફળીયા,
સુરત.
For Private & Personal Use Only
www.jainelibrary.org