________________
શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા.
(ઉ. ગુજરાત - INDIA)
જૈન ધર્મનાં શાસ્ત્રોનું પ્રારંભથી સુંદર અધ્યાપન કરાવનાર આ એક જ સંસ્થા છે. મેં આ સંસ્થામાં રહીને જ આઠ વર્ષ ધાર્મિક અભ્યાસ કર્યો છે. ભારતભરમાં પાઠશાળામાં ભણાવનાર શિક્ષક શિક્ષિકાઓ આ સંસ્થામાં તૈયાર થયેલ છે. આજ સુધી લગભગ ઘણા ભાઈઓએ અભ્યાસ કરી દીક્ષા પણ સ્વીકારી છે. ન્યાયવ્યાકરણ અને ઉચ્ચ ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન અને અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સારો પુરસ્કાર આપવામાં આવે છે. તો આપશ્રીના બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કાર તથા અભ્યાસ માટે આ સંસ્થામાં મોકલવા વિનંતિ છે.
તથા આ સંસ્થાને આર્થિક ક્ષેત્રે વધુ દૃઢ કરવા દાતાઓને વિનંતિ છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રનો ધોધ વરસાવતી આ સંસ્થાને અવશ્ય યાદ કરવા જેવી છે. લાભ લેવા માટે ખાસ વિનંતિ છે. આ સંસ્થામાં દાન આપવાની અનેક યોજનાઓ છે. તથા વિક્રમ સંવત ૧૯૫૪માં આ સંસ્થા સ્થપાયેલી છે. જેથી બે વર્ષ પછી આ સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે તેનો શતાબ્દિ મહોત્સવ ઉજવવાનો છે. તો આવા શુભ પ્રસંગે રત્નત્રયીનું પ્રસારણ કરતી આ સંસ્થાને અવશ્ય યાદ કરશો. એવી આશા રાખું છું.
- લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org