SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક બોલવાથી, (૩) રાગોત્પાદક વચનો સાંભળવાથી, અને (૪) પૂર્વે અનુભવેલાં સુખો સ્મરણ કરવાથી, આ ચાર પ્રકારથી જીવને હાસ્ય ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમનાં ત્રણ સનિમિત્તક છે. છેલ્લામાં બાહ્યનિમિત્ત ન હોવાથી અનિમિત્તક છે. એમ બન્ને પ્રકારનાં હાસ્યો ચાર કારણો દ્વારા જે કર્મના ઉદયથી આ જીવને થાય છે. તે કર્મનું નામ હાસ્યમોહનીય કહેવાય છે. ન રતિ એટલે પ્રીતિ-સુખબુદ્ધિ, અને અતિ એટલે અપ્રીતિ-દુઃખબુદ્ધિ, નાખુશીભાવ, જે કર્મના ઉદયથી જીવને બાહ્યનિમિત્તો હોતે છતે અથવા બાહ્યનિમિત્તો વિના પૂર્વાનુભૂતના સ્મરણાદિથી જે પ્રીતિ-અપ્રીતિ થાય છે તે રતિ-અતિ મોહનીયકર્મ કહેવાય છે. ૧૦૧ પ્રશ્ન - રતિ એટલે પ્રીતિ-સુખની પ્રાપ્તિ. સાતાવેદનીયકર્મના ઉદયથી પણ જીવને સુખની પ્રાપ્તિ થાય જ છે, તો સાતાવેદનીય અને આ રતિમોહનીયકર્મમાં તફાવત શું ? તેવી જ રીતે અરતિ એટલે અપ્રીતિદુઃખ, તે અસાતાવેદનીયના ઉદયથી પણ જન્ય છે. તો તે અસાતા અને અતિમાં તફાવત શું ? ઉત્તર - સુખ અને દુઃખનાં સાધનો મળવાં તથા તેનાથી સુખદુઃખનો અનુભવ થવો તે સાતા-અસાતા નામનું ત્રીજું વેદનીય કર્મ છે. અને મળેલાં તે સાધનોથી થતા સુખ અને દુઃખમાં સુખબુદ્ધિ અને દુઃખબુદ્ધિ તે રતિ-અતિ મોહનીયકર્મનો વિષય છે. સાનુકૂળતા અને પ્રતિકૂળતામાં પણ ચિત્તની જે અન્યથાવૃત્તિ છે તે રતિ-અરતિમોહનીયનો વિષય છે. જેમ કે ૩૪ અતિશયાદિ સુખસમૃદ્ધિમાં વર્તતા તીર્થંકરભગવન્તો રતિ વિનાના છે. અને પ્રતિકૂળતામાં વર્તતા બંધકમુનિના શિષ્યો તથા ગજસુકુમાલ મુનિ આદિ અરતિ વિનાના છે. ઈત્યાદિ. (જુઓ કમ્મપયડિ, બંધનકરણ ગાથા-૧ પૂ. ઉપાધ્યાયજીકૃત ટીકા). ૧. અન્યથાવૃત્તિ એટલે ચિત્તનું ઉલટું હોવાપણું, દુ:ખકાલે પણ મનમાં દુઃખનો અભાવ અને સુખકાલે પણ અનાસક્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy