________________
૧૦ર
પ્રથમ કર્મગ્રંથ
- જે કર્મના ઉદયથી જીવ પ્રિયના વિરહાદિ નિમિત્તોથી અથવા પૂર્વાવસ્થામાં પ્રાપ્ત દુઃખના સ્મરણથી આકંદન કરે, રડે, ભૂમિ ઉપર આળોટે, છાતી કુટે, માથું પછાડે, દીર્ઘ નિઃસાસા નાખે, આપઘાત કરવા તરફ પ્રેરાય તે શોકમોહનીય કર્મ.
જે કર્મના ઉદયથી સામે નિમિત્તો મળવાથી, અથવા બાહ્ય નિમિત્ત વિના પણ પૂર્વે જોયેલાં દૃશ્યોના સ્મરણથી જીવ ભય પામે તે ભયમોહનીયકર્મ કહેવાય છે. ભયો સાત પ્રકારના હોય છે. • (૧) મનુષ્યને રાજા, પોલીસ, કે શત્રુ આદિ અન્ય મનુષ્ય તરફથી જે ભય
તે ઈહલોકભય. (૨) મનુષ્યને પશુ-પક્ષી-કે દેવો તરફથી જે ભય તે પરલોકભય. (૩) પોતાનું ધન ચોરાઈ જશે, કોઈ લુંટી જશે, એવો ભય તે આદાનભય. (૪) વિજળી, પાણીનું પૂર, આગ કે ઘર પડવાના જે ભયો તે અકસ્માભય. (૫) આજીવિકા બરોબર મળશે કે નહીં તેનો ભય તે આજીવિકાભય. (૬) મૃત્યુનો ભય તે મરણભય. (૭) જગતમાં અપયશ-અપકીર્તિ ફેલાવાનો જે ભય તે અપયશભય.
જે કર્મના ઉદયથી તુચ્છ વસ્તુ ઉપર પણ સનિમિત્તક કે અનિમિત્તક ધૃણા-તિરસ્કાર આવે તે જુગુપ્સા મોહનીયકર્મ.૪
આ હાસ્યાદિષટ્રક તથા હવે જણાવાતા ત્રણ વેદો એમ નવને નવ નોકષાય કહેવાય છે. કારણ કે આ નવે દેખીતી રીતે કષાય નથી. પરંતુ હાસ્યાદિ કરવાથી અરસપરસ કાલાન્તરે કષાયો થાય છે. તેથી તેઓને નોકષાય કહેલા છે. નોકષાય એટલે કે કષાયોને લાવનાર, કષાયોને મદદ કરનાર, કષાયોને પ્રેરણા કરનાર, કષાયોને સહાયક, એવો અર્થ જાણવો. જેમ એક ચોર ચોરી કરતો હોય અને બીજો ચોર બહાર ખબર રાખવા રૂપે તેને મદદ કરતો હોય તો તે બીજો ચોર મુદામાલ વિનાનો હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org