________________
કર્મવિપાક
૧૪૫
સરખા હોય, સમ = સરખા છે, વહુ = ચારે, ૩ = ખૂણા જેના તે સંસ્થાન સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. તેને અપાવનારૂં કર્મ સમચતુરસસંસ્થાન નામકર્મ કહેવાય છે. આ પ્રમાણે બાકીનાં પાંચ સંસ્થાનોમાં પણ અપાવનારાં તે તે કર્મોને તે તે નામવાળું સંસ્થાન નામકર્મ કહેવાય છે. (૨) જોધપરિમંડલ = ન્યગ્રોધ એટલે વડલાનું વૃક્ષ, પરિમંડલ = એટલે તેના જેવો આકારવિશેષ, જેમ વડલાનું વૃક્ષ ઉપરના ભાગે સુંદર શાખા-પ્રશાખા-પાંદડાં અને ફળવાળું હોય છે અને નીચેના ભાગમાં લાંબી લાંબી વડવાઇઓ લટકતી હોવાથી તેવા પ્રકારની શોભાવાળું હોતું નથી. તેવી રીતે પ્રાણીઓના શરીરનો નાભિથી ઉપરનો અર્ધભાગ સુંદર હોય, પ્રમાણયુક્ત હોય અને નીચેનો અર્ધભાગ તેવો શોભાવાળો ન હોય, પરંતુ લક્ષણો અને પ્રમાણો વિનાનો હોય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન. (૩) સાદિ અથવા સાચી = શરીરમાં નાભિથી ઉપરનો ભાગ લક્ષણ અને પ્રમાણ વિનાનો હોય અને નાભિથી નીચેનો ભાગ લક્ષણોથી અને પ્રમાણથી યુક્ત હોય તે સાદિસંસ્થાન, આદિ ભાગ એટલે નીચેનો ભાગ, તે પ્રમાણયુક્ત હોવાથી તે ભાગથી સહિત જે સંસ્થાન તેને સ + ૮ = સાદિ સંસ્થાન કહેવાય છે. અથવા સાચી એટલે શાલ્મલી વૃક્ષ, તેના જેવી શરીરાકૃતિ, શાલ્મલીવૃક્ષ જેમ નીચેથી શોભાવાળું હોય છે. અને ઉપરના ભાગમાં તેવા પ્રકારની શોભાવાળું હોતું નથી. તેની જેમ જે શરીરમાં ઉપરનો ભાગ પ્રમાણ-શૂન્ય હોય અને નીચેનો ભાગ પ્રમાણયુક્ત હોય તે સાચી. ' (૪) કુન્જ સંસ્થાન = શરીરનાં મુખ્ય ૪ અંગો (૧) મસ્તક, (૨) ગ્રીવા, (૩) હાથ અને (૪) પગ, આ ચાર અંગો સામુદ્રિકશાસ્ત્રમાં કહેલ લક્ષણો અને પ્રમાણોથી યુક્ત હોય અને બાકીના ઉર-ઉદર-પીઠ ઈત્યાદિ શેષ અંગો લક્ષણહીન હોય તે કુન્જ સંસ્થાન. (૫) વામન સંસ્થાન = ઉપર કહેલ કુજથી ઉલટું જે સંસ્થાન, અર્થાત્ મસ્તક-ગ્રીવા-હાથ-અને પગ આ ચાર જેમાં લક્ષણહીન હોય અને શેષ ઉર-ઉદર-પીઠ ઈત્યાદિ અવયવો પ્રમાણયુક્ત હોય તે વામન સંસ્થાન. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org