________________
૧૪૬
પ્રથમ કર્મગ્રંથ
(૬) હુંડક સંસ્થાન = ઊંટના અઢારે વાંકાં, એની જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગો જેમાં લક્ષણહીન હોય, બેડોળ હોય, તે હુડકસંસ્થાન.
જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં ચામડીનો રંગ તથા શરીરના બીજા રુધિર-માંસ-વીર્ય આદિનો રંગ કાળો-ધાળા-પીળો-નીલો અને શ્વેત પ્રાપ્ત થાય તે વર્ણનામકર્મ કહેવાય છે. તે ૫ ભેદે છે. (૧) કૃષ્ણવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર કાજળ જેવા કાળા વર્ણવાળું બને તે કૃષ્ણવર્ણ નામકર્મ. (૨) નીલવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર પોપટની પાંખ જેવું નીલા વર્ણવાળું બને તે નીલવર્ણ નામકર્મ. (૩) લેહિતવર્ણ નામકર્મ- અથવા રક્તવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીનું શરીર મજીઠ જેવા લાલરંગવાળું બને તે રક્તવર્ણ નામકર્મ. (૪) પીતવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીના શરીરમાં હળદરના જેવા પીળા રંગની પ્રાપ્તિ થાય તે પીતવર્ણ નામકર્મ. (૫વેતવર્ણ નામકર્મ = જે કર્મના ઉદયથી પ્રાણીના શરીરમાં શંખની જેમ શ્વેત-ધોળા રંગની પ્રાપ્તિ થાય તે શ્વેતવર્ણ નામકર્મ.
આ પાંચ વર્ણ સિવાય કાબરચિતરો, છિંકણીયો તથા ચોકલેટ આદિ અનેક રંગો છે. પરંતુ તે રંગો ઉપર કહેલા પાંચ રંગેના યથાયોગ્ય મીલનથી બને છે માટે જુદા-જુદા કહ્યા નથી. ૪૦.
હવે બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ જણાવે છેસુરહિદુહો રસ પાન, તિર-ડુ-સાય-અવિના-મદુરા પાસ-ગુ-તદુ-મિડ-ક-સી-૩-સિદ્ધિ -તુલ ૪૨ (સુરમપુરમી રસા: પ%, તિવત-ટુ-ષાયા-મથુરા: | સ ગુરુ-ત-મૃદુલર-શીત–૩–થિક્ષાઃ મણી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org